રાજકોટ ગ્રામ્યના ASP સહિત 6 અધિકારીઓને કેન્દ્રિય ગૃહમંત્રી દક્ષતા પદક

    ફરજ દરમિયાન તથ્યનિષ્ઠ તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગુજરાત પોલીસના છ અધિકારીઓની ’કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ 2026 માટે પસંદગી કરવામાં…

 

 

ફરજ દરમિયાન તથ્યનિષ્ઠ તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગુજરાત પોલીસના છ અધિકારીઓની ’કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ 2026 માટે પસંદગી કરવામાં આવી છે. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી આ પ્રતિષ્ઠિત મેડલ માટે પસંદ કરાયેલા 490 પોલીસ કર્મચારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં રાજકોટ ગ્રામ્યના એએસપી સીમરન ભારદ્વાજની પસંદગી કરવામાં આવી છે.આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારા ગુજરાત પોલીસના છ અધિકારીઓમાં એસ.પી. અંશુલ જૈન, એ.એસ.પી. સિમરન ભારદ્વાજ, ડી.વાય.એસ.પી. રણજીતસિંહ સિંઘલ, પી.આઈ જયેશ ઠાકોર, પી.આઈ પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા હાલ અમદાવાદ ફરજ બજાવતા પી.આઈ જી.એમ. હડિયાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવણી ક્ષેત્રે વિશિષ્ટ અને પરિણામલક્ષી કામગીરીને પ્રોત્સાહિત કરવાના હેતુથી 1 ફેબ્રુઆરી, 2024ના રોજ આ મેડલ એનાયત કરવાની શરૂૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ પરિવાર માટે આ ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવતા રાજયના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ વિજેતા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે અધિકારીઓની આ નિષ્ઠા, મહેનત અને ઊંડી તપાસ કરવાની શૈલી રાજ્યના અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂૂપ બની રહેશે.જટિલ અને પડકારજનક ગુનાહિત કેસોની ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિક, ટેકનિકલ અને પદ્ધતિસરની તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરી ગુનાહિત ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આ અધિકારીઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેના પરિણામે તેમને આ રાષ્ટ્રીય સ્તરની સ્વીકૃતિ અને સન્માન પ્રાપ્ત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *