હવે સરકારી હોસ્પિટલમાં પણ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરની સુવિધા. સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે વધુ સુરક્ષિત, ગુણવત્તાસભર અને આધુનિક સારવાર તરફ એક મહત્વપૂર્ણ પગલું. દર્દીને જ્યારે ઓપરેશનની જરૂૂર પડે ત્યારે તેના પરિવારની સૌથી મોટી આશા હોય છે કે તેને સમયસર અને સારી સારવાર મળે. આ આશાને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના ઘઙઉ બિલ્ડિંગમાં આવેલા સર્જરી વિભાગના ઘઝને અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ સુવિધાના ઉદ્ઘાટન સાથે હવે સરકારી હોસ્પિટલમાં પણ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ બની છે.
આ કામગીરી જીલકોટ ફાર્માસિટીક્યુલ પ્રા. લિ., અમદાવાદ, ગુજરાત દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા ઓપરેશન થિયેટરની તપાસ કરવામાં આવી હતી. તમામ મુખ્ય સુવિધાઓ સારી સ્થિતિમાં હોવાનું જણાતા ઓપરેશન થિયેટર હોસ્પિટલ સત્તાધિકારીઓને હસ્તાંતરિત કરવામાં આવ્યું હતું.
આ મોડ્યુલર ઓપરેશન થિયેટરમાં ઓટોમેટિક હર્મેટિકલી સીલ્ડ ડોર, સર્જન કંટ્રોલ પેનલ, LED ડિમેબલ એક્સ-રે, પેરિફેરલ LED લાઇટ, સિંગલ આર્મ પેન્ડન્ટ, LED OT લાઇટ, HEPA ફિલ્ટર, સ્ક્રબ સ્ટેશન, એન્ટિબેક્ટેરિયલ ફ્લોરિંગ, ક્ધડક્ટિવ ફ્લોરિંગ, સ્ટોરેજ, ઙછઉ ગ્રિલ, રાઇઝર, સીલિંગમાં મોનો ફિલામેન્ટ્સ, લેમિનાર એર ફ્લો, મોડ્યુલર ઘઝ વોલ અને સીલિંગ પેનલ, ઇલેક્ટ્રિક વાયરિંગ, મેડિકલ ગેસ પાઇપલાઇન, એર હેન્ડલિંગ યુનિટ, ડબલ ડોમ ઘઝ લાઇટ, જનરલ ઓપરેટિંગ ટેબલ અને વ્હાઇટ બોર્ડ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર મહિને અંદાજે 550 ઓપરેશન કરવામાં આવતા હતા, જ્યારે હવે નવી સુવિધાના કારણે દર મહિને અંદાજે 650થી વધુ ઓપરેશન કરી શકાશે.
આમ, દર મહિને આશરે 100થી વધુ વધારાના ઓપરેશન કરવાની ક્ષમતા ઉપલબ્ધ બનશે. આ વધારો માત્ર આંકડાઓ પૂરતો નથી, પરંતુ સમયસર સર્જરીની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે વધુ સારવારની તકો ઊભી કરશે.
સર્જરી માટે રાહ જોઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સમયસર સારવાર મળવી ખૂબ મહત્વની હોય છે. નવી સુવિધાથી વધુ દર્દીઓને સર્જરીનો લાભ મળી શકશે અને ઓપરેશન માટેની રાહ ઘટાડવામાં મદદ મળશે.
આ મહત્વપૂર્ણ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. કમલસિંહ ડોડિયા, સર્જરી વિભાગના વડા ડો. જતિન ભટ્ટ, આરએમઓ ડો. હર્ષદ દૂસરા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ પ્રજાપતિ તથા નીરવ દુધરેજિયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આ સુવિધા દર્દીઓ માટે કાર્યરત કરવામાં આવી છે.
સર્જરી વિભાગના અઙ ડો. ભાવેશ વૈષ્ણણી, ડો. અજય રાજ્યગુરુ, ડો. ઇલ્યાસ જુણેજા, ડો. જિગ્નેશ દવે, ડો. દિવ્યાંગ, ડો. પાર્થ કટારિયા, ડો. ભાર્ગવ ત્રિવેદી, ડો. ઉર્વેશ, ડો. આકાશ, ડો. રોશન, ડો. જિનેશ, ડો. મેહુલ અડાલજા અને ડો. જયેશ વાગડિયાનો પણ આ સુવિધાના વિકાસ અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદના પરમાર, પ્રાધ્યાપક ડો. જિગીષા બધેકા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશુતોષ વ્યાસ તથા ડો. શ્રદ્ધા મહેતા, ડો. મયુરેશ પારિક, ડો. દીપા ગોંડલિયા, ડો. ખ્યાતિ જેઠવા, ડો. ચાર્મી ભીંભા, ડો. દિશા જાવિયા અને ડો. ભાનુ કરમટા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
નર્સિંગ સ્ટાફમાં ઓટી ઇન્ચાર્જ હંસા ગોજારિયા, કમલેશ કડેવાર તથા સ્ટાફ નર્સ અર્ચના ગોસાઈ, હિના પાઘડાલ, સ્મિતા સોંદાગર, નયના બાવળિયા, મમતા રાઠોડ, જનક વસાણી, વિષય વેકરિયા અને બ્રિજેશ ભરડા ઉપસ્થિત રહ્યા હતા.
