કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આગામી તારીખ 29-03-2026 ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ…

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આગામી તારીખ 29-03-2026 ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા નવા ’ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કરશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રી આ કાર્યક્રમમાં માત્ર રાજકોટ જ નહીં, પરંતુ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના અન્ય એરપોર્ટ પર પણ વિવિધ પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ કરશે. જેમાં ડીજી યાત્રા, ફ્રી વાઇ-ફાઇ સુવિધા, કિડ્સ પ્લે ઝોન, લાઇબ્રેરી, અવસર (AVSAR – એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કીલ્ડ આર્ટિઝન્સ ઓફ ધ રિજીયન) સુવિધાનો સમાવેશ થાય છે.

આ ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત મંત્રી સાથે પત્રકારોની વાતચીત માટે એક પ્રેસ મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દ્વારા તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોને આ પ્રેસ મીટ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *