હડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત

પડધરીના હડમતિયા ગામે રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણયા યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…

પડધરીના હડમતિયા ગામે રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણયા યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ હડમતિયા રેલવે સ્ટેશન પર ગત રાત્રે અજાણયો યુવાન (ઉ.વ. આશરે 30) વાળો કોઇ ટ્રેનની અડફેટે ચડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *