દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે બાઇક ચાલકને અજાણયા શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરમાં રહેતો રાકેશ પ્રતાપભાઇ રાઠોડ (ઉ.વ.24) દૂધસાગર રોડ પર પોતાનુ બાઇક લઇ એસી રીપેરીંગનું કામ કરવા જતો હતો. ત્યારે સ્પીડ બ્રેકર આવતા વળવા મુદ્દે ઇન્ડીકેટર ચાલુ કર્યુ હતું. જે દરમ્યાન પાછળથી આવતા અજાણયા બાઇક ચાલકે રાકેશ રાઠોડના બાઇકને ઠોકરે ચડાવી ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા જયસુખ મેઘનજીભાઇ પરમાર (ઉ.વ.54)પોતાના ઘર પાસે હતા ત્યારે અરવિંદ અને ટીનાબેને ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
