જામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલો

જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો…

જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના બેડી ગામે રહેતા આદમભાઈ અબ્દુલભાઈ જામ નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશી દાઉદ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા આધેડને જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ઈદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે આદમભાઈ જામના ભત્રીજા ઇશાન સાથે હુમલાખોર શખ્સો ઝઘડો કરતા હતા ત્યારે ભત્રીજાને છોડાવવા વચ્ચે પડતા હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બેડી મરીન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *