જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો

જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…

જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલ તાલુકા પંચાયત પાછળ રહેતા શારદાબેન લીંબાભાઇ ચૌહાણ નામના 52 વર્ષના પ્રોઢા બે દિવસ પૂર્વે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચાલતા ચાલતા અકસ્માતે ગબડી પડ્યા હતા પ્રોઢાને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રોઢાને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં જસદણના નાની લાખાવાડ ગામે રહેતી સોનલબેન શંભુભાઈ કનાસ નામની 25 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે પડધરીમાં આવેલી બાલાજી સોસાયટીમાં રહેતા ભરતભાઈ મીઠાભાઇ પરમાર નામના 30 વર્ષના યુવાને અકળ કારણસર ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *