મેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલો

મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર…

મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. યુવાનના કાકી ઘર પાસે હતાં ત્યારે યુપીના શખ્સે તેની પાસે મોબાઇલ નંબર માંગ્યા હોઇ સાંજે તેણીએ પતિ ઘરે આવ્યા ત્યારે આ બાબતે વાત કરતાં આ શખ્સને સમજાવવા જતાં હુમલો થયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ આસામના સોહીદુલ ઇસ્માઇલ આલમ (ઉ.વ.24) અને તેના કાકા રોબીયાલ હુશેન જુલ્હાસ (ઉ.વ.25) મેટોડા ગેઇટ-1માં પાવર હાઉસ પાસે રહે છે અને ગ્રાઇન્ડીંગનું કામ કરે છે. આ બંને સાંજે કામેથી ઘરે આવ્યા ત્યારે સોહીદુલના કાકીએ વાત કરી હતી કે પડોશમાં રહતાં યુપીના મુન્હાર નામના શખ્સે મારી પાસે મોબાઇલ નંબર માંગ્યા હતાં.

આથી સોહીદુલ અને તેના કાકા રોબીયાલ મુન્હારને આ બાબતે સમજાવવા ગયા હતાં અને હવે પછી આ રીતે વર્તન નહી કરવાનું કહેતાં મુન્હાર સહિતનાએ ઝઘડો કરી ગાળો દીધી હતી અને લાકડાના ધોકાથી હુમલો કરી બંને કાકા-ભત્રીજાને માર મારતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ મેટોડા પોલીસને જાણ કરી હતી. મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *