ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા

રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…

રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર

શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકી દેતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 જેટલા શખ્સોએ ધસી આવી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતા અંકુશ રામ પ્રવેશ ચૌહાણ (ઉ.વ.18) અને તેનો કૌટૂંબિક ભાઇ જતનાથ છોટેલાલ ચૌહાણ (ઉ.વ.25) આજે સવારે ઘર પાસે હતા ત્યારે નગદેર ચૌહાણ, ધર્મેન્દ્ર ચૌહાણ, કિશન, ગોલુ અને અજાણયા ચાર શખ્સોએ ધસી આવી ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં બંને ભાઇઓને માથામાં હથેડીડના ઘા ઝીંહી દેતા બંને બેભાન થઇ થતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથામિક તપાસમાં અંકુશની સાથે રહેતા ગોલુ મનીષ ચૌહાણ સાથે આરોપી નગદેર રાત્રે દારૂના નશામાં ઝઘડો કરી ગાળો આપતો હોય જેથી અંકુશે વચ્ચે પડી ગાળો આપવાની ના પાડી હોય જેનો ખાર રાખી સવારે આરોપીઓએ ધસી આવી હથોડીના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *