શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂ પીને આવતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી, વેકેશન ખુલ્યું પણ 7 વિધાર્થી ગામની કુમાર અને ક્ધયા શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને હાજરી સીમ શાળામાં પુરાય છે
ઉના તાલુકાના નાના એવા સનખડા ગામની સીમ શાળા નંબર 2માં ફક્ત 7 વિધાર્થી અભ્યાસ કરતા હોય અને સરકારે વાડી વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુ થી નવું બિલ્ડિંગ મંજૂર કરી આપેલ અને હાલ લાખો રૂના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થઈ ગયેલ છે પણ શાળાના બિલ્ડિંગમાં તાળા લાગ્યા છે આ શાળામાં અભ્યાસ કરતા 7 વિધાર્થી ઓ ગામમાં આવેલ કુમાર અને ક્ધયા શાળા માં અભ્યાસ કરવા જાય છે આજે સીમ વિસ્તારના વાલી ઓને જયહિન્દ દૈનિકના પ્રતિનિધિ એ રૂૂબરૂૂ મુલાકાત કરી તો સૌ પ્રથમ જ્યાં સીમ શાળાનું નિર્માણ થયું છે તે જગ્યા પ્રતાપ સિંહ હનુભાઈ ગોહિલના પરિવારજનો એ 30 વર્ષ પહેલા દાનમાં આપેલ છે.
તેમનો હેતુ એ હતો કે વાડી અને સીમ વિસ્તારના બાળકો અભ્યાસ કરી શકે એક સમયે આ સીમ શાળામાં 100 બાળકો અભ્યાસ કરતા અને હવે માત્ર 7 બાળકો અભ્યાસ કરે છે વધુમાં આ વિસ્તારના વાલી ઓ એ જણાવેલ કે અહીંયા સીમ શાળામાં પાણીની પૂરતી સુવિધા નથી અને પાણી જે આવે છે તે ખારાશ વાળું પાણી આવે છે અને વીજળીની પણ સુવિધા નથી સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી વિકાસ પહોચાડવાની વાત કરે છે પણ શાળા માં વિધાર્થી માટે બિલ્ડિંગ બનાવ્યું પણ લાઈટ અને પાણીની સુવિધાથી વંચિત છે તે સીવાય અન્ય એક વાલી ઉદયસિંહ કેશુભા ગોહિલે જણાવેલ કે અમારા વિસ્તારમાં જે સીમ શાળા આવેલ છે એ સીમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂનું સેવન કરી ને આવતા હતા જે શિક્ષણ માટે કલંકિત કહેવાય જ્યારે વાલી ઓ તૈયાર છે પણ દારૂનું સેવન કરીને જે શિક્ષકો આવતા એના આવવા જોઈએ અને શાળામાં સુવિધા ઉપલબ્ધ કરાવે એ મહત્વનું છે. આ બાબતે તાલુકા શિક્ષણાધિકારી એ કેમેરા સામે બોલવાનીના પાડી પણ શિક્ષકો દારૂ પીને જતા એ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો અને શાળા શરૂૂ કરવાની વાત કરી અને જે શિક્ષકો દારૂનું સેવન કરીને જતા હતા તેમને તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારની સ્કૂલમાં ફરજ પર મોકલી આપ્યા છે જ્યારે શાળાનું બિલ્ડિંગ બની ગયું છે અને 7 વિધાર્થી છે જેમાં ક્ધયા છે એ ગામની ક્ધયા શાળામાં અભ્યાસ કરે છે અને કુમાર છે એ કુમાર શાળામાં અભ્યાસ કરે છે પણ શિક્ષણ વિભાગે આ વાતની ગંભીરતા સમજીને શાળા શરૂૂ કરાવે તેવી વાલી ઓની માંગણી છે અને વાડી વિસ્તારના લોકો એ પણ કહ્યુંકે શાળા શરૂૂ કરાવે પણ શિક્ષકો બદલાવે પહેલા પછી અમે ઘરે ઘરે જઈ ને વિધાર્થાઓના એડમિશન માટે શિક્ષકો સાથે જઈશું હાલ સ્કૂલમાં તાળા છે પરંતુ વિધાર્થી પણ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે.
