પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના ટ્રસ્ટી મંડળની અગત્યની મીટિંગમાં નવા હોદ્દેદારોની નિમણૂક
સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ, પ્રમુખની મુખ્ય જવાબદારી
સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં નાત જમણ થકી સંગઠનની એકતાને મજબુત બનાવવા નવનિયક્ત પ્રમુખની હાકલ
ઉદ્યોગપતિઓ જગદીશભાઇ કોટડિયા, કૌશિકભાઈ રાબડિયા, રમેશભાઈ રાણીપા સહિતનાની કાયમી ટ્રસ્ટી તરીકે નિમણૂક
કડવા પાટીદાર સમાજની આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સમાજના સવાર્ગી વિકાસ અર્થે અનેક સામાજીક, સેવાકીય, શૈક્ષણીક પ્રવૃતીઓ અવિરત પણે ચાલી રહી છે. સમાજના સવાર્ગી વિકાસને વેગ આપવાના શુભ હેતુ થી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા બંધારણીય સુધારાઓ, નવા હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભામાશા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
જામનગર જીલ્લામાં આવેલ સૌથી મોટા તીર્થધામ ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે તા. 19 ને શનિવારના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના ટ્રસ્ટી મંડળની એક અગત્યની મીટીંગ મળી હતી. પાટીદાર સમાજના સર્વાગી વિકાસને ધ્યાને રાખી ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયોચિત ફેરફારો ને બહાલી અપાય હતી. જે મુજબ હવેથી ચેરમેનનું પદ રદ બાદલ ગણી પ્રમુખની જવાબદારીને સર્વોપરી ગણાશે. તેમજ અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તથા ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમના સ્થાને સર્વાનુમતે દિલેર દાતા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉમિયાધામ સિદસરમાં 15 કાયમી ટ્રસ્ટી અને સવાસો જેટલા દાતા ટ્રસ્ટીમંડળ નું વિશાળ માળખુ ઉપરાંત અઢીસો જેટલા કારીબારી સભ્યો અને સૌરાષ્ટ્રના 12 જીલ્લાના 750 ગામોમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિનું નેટવર્ક સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલું છે.
ઉમિયાધામ સિદસરમાં 75 વર્ષ થી વધુ ઉંમરના સ્વેચ્છીક નિવૃત થયેલા ટ્રસ્ટીઓ માં પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ઉપરાંત વિઠ્ઠલભાઈ માકડીયા, જયંતિભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, ધનજીભાઈ પટેલ, રમણીકભાઈ ભાલોડીયા, નરશીભાઇ માકડીયા, તેમજ બી. એચ. ઘોડાસરા નો સમાવેશ થાય છે. તદ્ ઉપરાંત ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, અને રમેશભાઈ રાણીપાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં વસતા બે લાખ થી વધુ પરિવારો તથા વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં વસતા મુળ સૌરાષ્ટ્રના પરિવારો માટે સામાજીક દાયીત્વનું કાર્ય કરતું ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી બાદ શ્રી ઉકાણીએ ઉમિયાધામ ખાતે જણાવ્યુ હતુ કે સર્વ સમાજને સાથે રાખવો એ પાટીદાર સમાજની સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરાને જાળવી રાખી આગામી દિવસોમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે તમામ જીલ્લાઓ ખાતે નાત જમણ ના કાર્યક્રમો દ્રારા ઉમિયાધામની પ્રવૃત્તિ અને સંગઠનના વ્યાપને મજબુત બનાવવા કાર્યક્રમો યોજાશે. તેમણે ખેતીની સાથોસાથ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પણ હરણકાળ ભરનાર પાટીદાર સમાજ રાજય અને દેશના વિકાસમાં સહભાગી બન્યો છે.
ત્યારે તાજેતરમાં જ યોજાયેલા શ્રી સવા શતાબ્દી મહોત્સવ વેળાએ રજુ થયેલા પાટીદાર વિઝન-2047 ના મિશનને આગળ ધપાવવા નેમ વ્યકત કરી છે. પાટીદારોના સર્વાગી વિકાસ માટે કાર્યરત ઉમિયાધામ સિદસર ના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીના નામની જાહેરાત થતા સૌરાષ્ટભરના પાટીદાર સંગઠનો, સંસ્થાઓ અને સામાજીક ક્ષેત્રના અગ્રણીઓમાં હર્ષની હેલી વ્યાપી ગઇ છે. અત્રે નોંધનીય છે કે વિખ્યાત આયુર્વેદીક તબીબ ડો. ડાયાભાઈ ઉકાણીએ પણ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી કરી છે શ્રી મૌલેશભાઈ ઉકાણી એ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પાટીદારોના સમૃધ્ધ પરિવારો તેમજ સ્વયંસેવકોના સમયદાનને સથવારે ઉમિયાધામ સિદસરની વિવિધ પ્રવૃતિઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્લાનીંગ અમલી બનાવ્યા છે.
ઉમિયાધામ સિદસરમાં કૌશલ્ય, સ્કીલ અને આવડત મુજબ યુવા વર્ગને સાથે રાખીને પાટીદાર સમાજમાં એક નવી ઉર્જા અને ઈજનને વેગ આપવા મૌલેશભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યો અને અન્ય સમિતિઓ કાર્યરત બની પ્રવૃતિઓનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરીઓ થશે.
દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વમાં ઉમિયાધામ સિદસર વિકાસની હરણફાળ ભરશે
રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, સર્વ સમાજને સાથે લઇ ચાલનારા, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી, એવા દ્રારકાધીશના પરમભકત મૌલેશભાઈ ઉકાણી નું નામ સૌરાષ્ટ્રની જનતા માટે અજાણ્યું નથી. દરકે વર્ગ, દરેક જ્ઞાતી-સમુદાય સાથે સાયુજય સાંધી સમાજ વિકાસને લક્ષ્ય માનનારા, સમાજના નાના માં નાના માનવીની વ્યથાને વાચા આપનાર મૌલેશભાઈ ઉકાણી નું વ્યક્તિત્વ કોઈ પરિચય ને આધીન નથી તાજેતરમાં જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે તેઓની વરણી થતા કડવા પાટીદાર સમાજમાં સર્વત્ર હર્ષોલ્લાસ વ્યાપ્યો છે. સર્વ સમાજ માંથી મૌલેશભાઈ ઉકાણીને અભિનંદન વર્ષા થઇ રહી છે. દયા-દાન-દાતારી, વટ-વચન અને વિતાથી શોભતી મર્યાદા, અને મર્યાદાથી શોભતો સામાજીક મોભો એ મૌલેશભાઈ નું આભૂષણ છે. માત્ર પાટીદાર સમાજ માટે જ નહી સર્વ સમાજ માટે જેમના હદયમાં લાગણી અને કંઇક કરી છુટવાની ભાવના થકી તેઓ સામાન્ય માણસના હદયમાં સ્થાન પામ્યા છે સર્વના પ્રીતી પાત્ર બન્યા છે. દ્રારકાધીશ ની અસીમ કૃપાપાત્ર જેમનું નામ સદા તેમના મુખે છે તેવા સફળ ઉદ્યોગપતિ, ભામાશા મૌલેશભાઈ ના નેતુત્વથી ઉમિયાધામ સિદસર વિકાસની એક નવી કેડી કંડારશે. કડવા પાટીદાર સમાજ સામાજીક, આર્થિક, શૈક્ષણીક વિકાસનો એક નવો આયામ સર કરશે. પોતાના ઋજુ સ્વભાવ અને વ્યવસાયીક કુશળતા અને અનુભવ થકી પ્રમુદ પદે તેમનું દોરી સંચાર અને માર્ગદર્શન થકી ઉમિયા માતાજી મંદિર સિદસર તથા પાટીદાર સમાજ હરણફાળ ભરી સર્વાગી વિકાસ ને સર્વોપરી શિખર તરફ દોરી જશે એવી નેમ વ્યકત કરતા સમગ્ર પાટીદાર સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યુ છે.
