ઉમિયાધામ સિદસરમાં તા.25થી 29 ડિસે. શ્રી 1। શતાબ્દી મહોત્સવ

મહોત્સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજિક સમરસતા, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, ડોક્ટર્સ, પ્રોફેશનલ સંમેલનો યોજાશે ‘મા ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના’:રૂા.2500થી લઈ 50,000 હુંડી સાથે સૌરાષ્ટ્રભરના…

મહોત્સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજિક સમરસતા, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, ડોક્ટર્સ, પ્રોફેશનલ સંમેલનો યોજાશે

‘મા ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના’:રૂા.2500થી લઈ 50,000 હુંડી સાથે સૌરાષ્ટ્રભરના પાટીદારોને માંનું તેડું

સિધ્ધ તપોભૂમી આલચ પર્વતમાળાની ગોદમાં પવિત્ર વેણુ નદીના તટે, પાટીદારોની આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર સ્થાન એટલે ઉમિયાધામ સિદસર આગામી તા.રપ થી 29 ડીસેમ્બર-2024 દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના 125 વર્ષ નિમિતે પ દિવસીય પ્રાગટય ઉત્સવ શ્રી 11 શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પાંચ દિવસના મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં કૃષિ, યુવા, મીહલા, કર્મયોગી, સામાજીક, સમરસતા, ઉદ્યોગ-વેપાર, શૈક્ષણિક, ડોકટર્સ-પ્રોફેશનલ્સ સંમેલનો યોજાશે.


21 મી સદી જ્ઞાનની સદી મનાય છે આજથી લગભગ 90 વર્ષ પહેલા પાટીદાર સમાજના દ્રિર્ધદ્રષ્ટા વડીલોએ વિદ્યાર્થી આશ્રમો, બોર્ડીંગો, છાત્રાલયો બનાવી પાટીદાર સમાજની પ્રગતિ, સમુદિધ અને સમાજ વ્યવસ્થાને વેગ આપ્યો હતો. જયારે આવનારી ભાવિ પેઢીના ઉજજવળ ભવિષ્ટ માટે રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમ ઉમિયાધામ સિદસર દ્રારા વ્યકત કરવામાં આવી છે. આ સમાજ વિકાસના વિવિધ કાર્યો માટે વર્ષ 2021 થી 2031 સુધી ની 400 કરોડ ની સમૃધ્ધિ યોજના-3 ખુલ્લી મુકવામાં આવી છે.

જેના ભાગરૂૂપે પ્રથમ તબકકામાં રૂૂા. એક સો પચ્ચીસ કરોડ તથા બીજા તબકકામાં એક સો પચ્ચીસ કરોડ થકી કુલ બસો પચાસ કરોડના ખર્ચે બે શૈક્ષણિક પ્રોજેકટો હાથ ધરાયા છે. ત્યારે સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટર, એન્જીનીયર, પ્રોફેસર સહીતના તમામ વર્ગને નૈતિક ફરજના ભાગરૂૂપે આ યોજનામાં આર્થિક અનુદાન આપવા માટે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલશભાઈ ઉકાણી, સમૃધ્ધિ યોજનાના ચેરમેન બી.એચ.ઘોડાસરા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઇ કોટડીયા, ચિમનભાઇ શાપરીયા, સહીતના હોદેદારો દ્રારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગને મંદિર સાથે જોડવાના ભાગરૂૂપે ‘ઉમારત્ન યોજના’ શરૂૂ કરવામાં આવી છે.

‘મૉં ઉમા કળશ યોજના’ થકી તમામ પરિવારને સમાજની સાંકળમાં જોડવાના સાર્થક પ્રયત્નો ઉમિયાધામ દ્રારા કરવામાં આવી રહયા છે. પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આગામી રપ થી 29 ડીસેમ્બર યોજાનારા 5 દિવસના શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં સહર્ષ સામેલ થવા સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત, દેશ-વિદેશમાં રહેતા અઢી લાખ પરિવારનો ’મૉં નું તેડુ’ કંકોત્રી રૂૂપે આમંત્રણ પત્રીકા મોકલવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જીલ્લા-તાલુકા-ગ્રામ્ય લેવલે ઉમિયા પરિવાર સંગઠન સીમતિના કાર્યકરો દ્રારા મૉં ની કંકોત્રી કડવા પાર્ટીદાર પરિવારના ઘેર-ઘેર જઇ વિતરણ કરવામાં આવી રહી છે. આ સાથે પરિવારની સમુધ્ધિ અને સુખાકારીના આશીષ પાઠવતી માતાજીની હુંડી પણ સ્વૈચ્છિક રીતે વિતરીત થશે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્રારા સમુધ્ધી યોજના-3 હેઠળ નિર્માણાધીન શૈક્ષણિક સંકુલોના નિર્માણમાં સહભાગી થવા આર્થીક યોગદાન માટે હુંડી બનાવવામાં આવી છે. રાજકોટ સહીત ના સૌરાષ્ટભરના કડવા પાટીદાર પરિવારમાં જે-તે જીલ્લા- તાલુકા-ગ્રામ્ય લેવલે સંગઠન સમિતિના સભ્યો દ્રારા મૉં નું તેડુ કંકોત્રી સ્વરૂૂપે આમંત્રણ પત્રીકા ની સાથો સાથ સમાજના દરેક વર્ગના લોકોને સાંકળવાના આશ્રય સાથે જગત જનની મૉં ઉમિયાના 12પ માં પ્રાગટય મહોત્સવ અવસરે યથાશકિત હુંડી યોગદાનની અપીલ સાથે રૂૂપીયા પચ્ચીસ સોની બ્રોન્ઝ હુંડી, પાંચ હજારની સિલ્વર હુંડી, અગીયાર હજારની ગોલ્ડ હુંડી, પચ્ચીસ હજારની ડાયમંડ હુંડી, પચાસ હજારની પ્લેટીનમ હુંડી નું સ્વેચ્છાએ વિતરણ કરવામાં આવશે. સમાજના તમામ પરિવારો, વ્યાપારી તથા નોકરીયાત મિત્રોને આ હુંડી સ્વીકારી મૉં ના ચરણોમાં યથાશકિત યોગદાન નોંધાવવા મહોત્સવના હોદેદારો આયોજકો દ્રારા આહવાન કરાયુ છે.


ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરા એ અખબારી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે સિદસર ખાતે મૉં ઉમિયાના 1રપ માં પ્રાગટય નિમિતે યોજાનાર 1મ શતાબ્દી મહોત્સવમાં સાક્ષાત આદ્યશકિત મૉં જગદંબા સ્વરૂૂપ પ થી 12 વર્ષ સુધીની 1250 જેટલી નાની બાળાઓ- કુમારિકાઓનું વિધિવત કંકું ચોખા થી પૂજન તથા આરતી કરવામાં આવશે. આ મહોત્સવમાં ભવ્ય યજ્ઞશાળામાં દરરોજ 2પ કુંડી યજ્ઞનું આયોજન કરાયુ છે.


પાંચ દવસીય મહોત્સવ દરમ્યાન તા. રપ ના સવારે મહોત્સવના ઉદઘાટક તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. બપોરે 3:30 કલાકે યુવા સંમેલનમાં અધ્યક્ષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, તેમજ મુખ્ય વકતા તરીકે લેખક જય વસાવડા ઉપસ્થિત રહેશે. તા. 26 ના રોજ સવારે 9 કલાકે કૃષિ સંમેલનમાં અધ્યક્ષ તરીકે સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મહેમાન તરીકે મંત્રી રાધવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે બપૌરબાદ સામાજીક સંમેલનમાં અધ્યક્ષ તરીકે ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, મુખ્ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, મુખ્ય મહેમાન મહાપ્રહ્મ દાતા જીવનભાઈ ગોવાણી ઉપસ્થિત રહેશે. તા. 27 ના રોજ સવારે 9 કલાકે મહિલા સંમેલનમાં આણંદબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી તથા ગાયત્રી આશ્રમના લાલબાપુ આર્શીવચન પાઠવશે, બપોરબાદ સમરસતા સંમેલનમાં અધ્યક્ષ તરીકે મહાપ્રહ્મ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્યવકતા તરીકે રાષ્ટ્રીય સેવક સંધના રવિન્દ્ર કિરકોડેજી, મુખ્યમહેમાન તરીકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલ સ્ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ ના મહેશભાઈ જીવાણી, ડો. જયંતિભાઈ ભાડેસિયા, ઉપસ્થિત રહેશે. તા. ર8 ને સવારે કર્મયોગી સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ કલેકટર બી.એચ.ઘોડાસરા, તથા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા આર્શીવચન પાઠવશે, બપોરબાદ ઉદ્યોગપતિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે જગદીશભાઇ કોટડીયા, મહાદમ દાતા જયસુખભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે.ર9ના રોજ શૈક્ષણિક સંમેલનમાં અખિલ ભારતીય સંઘના ડો. પરમાત્માનંદ સરસ્વતીજી આર્શીવચન પાઠવશે. મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ જગતના ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, આર.જી.ધમસાણીયા, કિરણભાઈ પટેલ, ડો. વી.બી. ભેંસદડીયા ઉપસ્થિત રહેશે બપોર બાદ ડોકટર્સ પ્રોફેશ્નલ સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, વકતા તરીકે અનિશ ચંદારાણા, મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કિરણ હોસ્પિ.-સુત્તના નથુરભાઈ સવાણી, કેપીએસએનને ના ડો. ભાણજીભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. આશરે 600 વિધા જમીનમાં આયોજીત શ્રી1 શતાબ્દી મહોત્સવની વિવિઘ તૈયારીઓને સુચારૂૂ ઢબે જોરશોરથી ચાલી રહી છે. મહોત્સવના હોદેદારોના માર્ગદર્શન હેઠળ આશરે 108 થી વધુ વિવિધ સમીતીઓ જહેમત ઉઠાવી રહી છે.

શ્રી 1। શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડિયા-પુનિતભાઈ ચોવટિયા
ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી તા. 2પ થી 29 ડીસેમ્બર 2024 માં મૉં ઉમિયા પ્રાગટ્યની 125 માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. 1.51, કરોડ જેવી માતબાર રકમનું દાન આપી સિદસરના ઉપપ્રમુખ, જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપરાંત સહયજમાન તરીકે 51, લાખ નું દાન આપનાર જીવનભાઈ ગોવાણી, તથા બીજા સહયજમાન તરીકે ધનજીભાઈ માકાસણા એ 51 લાખનો સહયોગ નોંધાવ્યો છે. ત્રીજા સહ યજમાન તરીકે વસંત બિલ્ડર્સના મુળજીભાઇ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઈ ભીમાણી ચોથા સહ યજમાન તરીકે એન્જલ ગ્રુપના શિવાલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તરફથી 51 લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મહોત્સવના અન્નપૂર્ણા દાતા તરીકે 2પ લાખનું દાન આપી નંદલાલભાઈ માંડવીયા, રાજેન્દ્રભાલ પરસાણીયા, મયુરભાઈ પરસાણીયા, મહોત્સવના ભોજનાલય દાતા તરીકે મગનભાઈ જાવીયા, મનસુખભાઈ પાણ, ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ, દુર્લભજીભાઇ રંગપરીયા, સ્વ. રવિલાલ રંગાણી(મુંબઇ), ત્રિભોવનભાઈ વાંસજાળીયા, રાજેશભાઈ કાલરીયા, હરેશભાઇ પરવાડીયા, શૈલેષભાઈ વૈષ્નાણી, એમ.એમ.પટેલ, વિનોદભાઈ રબારા, જીવરાજભાઈ વરમોરા પરિવાર તેમજ મહોત્સવના ભોજનાલય સહદાતા તરીકે રૂા. 5 લાખનું દાન આપી રેડ સ્ટોન ગ્રેનાઇટ, અરવિંદભાઈ જીવાણી, ચંદુભાઈ ખાનપરા, વિનુભાઈ મણવર, કાંતીભાઇ માકડીયા, પ્રભુદાસભાઇ કણસાગરા, સવિતાબેન ફળદુ, શિલ્પન બિલ્ડર્સ, ચિમનભાઇ શાપરીયા, ચંદ્રેશભાઈ માકાસણા, પ્રવિણભાઈ પાડલીયા, સંજયભાઈ કોરડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રભુદાસભાઈ ભેંસદડીયા, અંકુરભાઇ ભાલોડીયા, નરોતમભાઈ કણસાગરા, જયેશભાઈ જાવીયા, દિલીપભાઈ ઘરસંડીયા, ધીરૂભાઇ ડઢાણીયા, સ્વાનલ બિલ્ડર્સ, એન. ડી. પટેલ, બી.એચ ધોડાસરા, અરવિંદભાઈ ફળદુનો સહયોગ પ્રાપ્ત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *