બાંધકામોને વેગ આપવા તેમજ કમ્પ્લીશન સર્ટી મળી ગયા બાદ વધારાના બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફી કાયદો તા. 1-10-2022થી અમલમાં મુક્યો છે. જેની મુદત શનિવારે પૂર્ણ થતાં સરકારે ફરી વખત મુદત છ માસ માટે લંબાવી છે. પરંતુ આકરા નિયમોની અમલવારી થઈ શકતી ન હોય છેલ્લા બે વર્ષ દરમિયાન આવેલ 10146 અરજી પૈકી 3893 અરજીનો જ નિકાલ થઈ શક્યો છે.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામો આજે પણ અકબંધ રહ્યા છે. જેના માટે રાજ્ય સરકારે ઈમ્પેકટ ફીનો કાયદો અમલી બનાવ્યો છે તેમ છતાં આ કાયદાને પ્રતિસાદ મળી શક્યો નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે સતત પાંચમીવાર ઇમ્પેકટ ફીની મુદતમાં વધારો કર્યો છે. રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી. ભરીને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે.
ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બરે પૂર્ણ થતાં નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદ્દત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મદત વધારાઈ છે.
ફક્ત 3893 બાંધકામોને લાભ મળ્યો
સરકારે તા. 1-10-2022થી ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુક્યો હતો. જેમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આજ સુધીમાં ઓનલાઈન 384 અને ઓફલાઈન 7062 સહિત 10,146 અરજીઓ આવી છે. જે પૈકી ફક્ત 3893 અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે ઓનલાઈન 567 અને ઓફલાઈન 376 સહિત 943 અરજી રિજેક્ટ કરાઈ છે. તેમજ હાલમાં 5310 અરજી પેન્ડિંગ હોવાનું મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
