દરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત

  જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર…

 

જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતો અને મૂળ પંજાબના અમૃતસર નો વતની અરવિંદસિંહ ગુરુદેવસિંહ નામનો 28 વર્ષનો પંજાબી યુવાન, કે જે ગઈકાલે પોતાના ભાડાના મકાનમાંથી બે શુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો.

જેથી તેમના રૂૂમ પાર્ટનરે 108 ની ટીમને જાણ કરતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેમાં હાર્ટ ફેઈલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે. જામનગર નજીક દરેડ માં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની પપ્પુભાઈ (ઉંમર વર્ષ 35) એકાએક બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, આ બનાવ અંગે સૂર્યકાંત પ્રસાદ ઉર્ફે સૂરજ પ્રસાદે પોલીસને જાણ કરતાં પંચકોષી ડિવિઝન પોલીસે પપ્પુભાઈનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *