ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર અંતર્ગત નિર્માણાધિન પે-એન્ડ-યુઝ ટોઇલેટ બ્લોકનું લોકાપર્ણ
જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વોર્ડ નં. 1 માં બેડી રેલ્વે ઓવરબ્રીજ નીચે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ના સી.એસ.આર. અંતર્ગત અંદાજે રૂૂા.30 લાખ ના ખર્ચે નવનિર્મિત અને જામનગર મહાનગરપાલિકા ધ્વારા એન.જી.ઓ. મારફત સંચાલિત પે-એન્ડ-યુઝ ટોયલેટ બ્લોકનું લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રીવાબા આર. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ કમિશ્નર ડી.એ. ઝાલા , ન.પ્રા.શિ.સ. ના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, આસી. કમિશનર ભાવેશભાઈ જાની અને રીલાયન્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.. રીલાયન્સના પ્રતિનિધિ ઓ ધ્વારા મહાનુભાવોનું પુષ્પગૃચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્ટીફીકેટ મેયર ને સુપ્રત કર્યા પછી મહાનુભાવો ધ્વારા પે-એન્ડ-યુઝ ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પછી મહાનુભાવો ધ્વારા બેડી શેલ્ટર હોમની પણ મુલાકાત લેવામાં આવી અને તેમાં આશ્રય લઈ રહેલા લોકોના ખબર અંતર પણ પછવામાં આવ્યા હતા.અને ઉપલબ્ધ સુવિધાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ તબકકે મેયર ધ્વારા વધુ વિગતો જણાવાઈ હતી કે જામનગર શહેરમાં અલગ અલગ 10 જગ્યા એ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકની કામગીરી પ્રગતિમાં છે. તે પૈકી પોલીસ હેડ કવાર્ટર કેમ્પસમાં પે-એન્ડ-યુઝ ટોયલેટ બ્લોકનું કામ પુર્ણ થઈ ગયેલ છે જયારે જી.જી. હોસ્પીટલ કેમ્પસમાં બે પે-એન્ડ-યુઝ ટોયલેટ અને ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં પાસે એક પે-એન્ડ-યુઝ ટોયલેટ બ્લોકના કામો આગામી જાન્યુઆરી – 2025 માં પુર્ણ થનાર છે અને હાલ શિયાળાની ઠંડીની સીઝનમાં જામનગર શહેરમાં ફુટપાથ પર રાતવાસો કરતાં ઘરવિહોણા લોકોને બેડી શેલ્ટર હોમમાં સરકાર ની ગ્રાંટ આધારિત વિનામુલ્યે ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે, સવારે ચા – નાસ્તો, બે વખત જમવાનું, ન્હાવા માટે ગરમ પાણીની સુવિધા, દરેક ફલોર પર સેનીટેશન બ્લોક, ડોરમેટરી ટાઈપ બેડની સુવિધાઓનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
