ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા
રાજકોટમાં 25 મે 2024, શનિવારના રોજ કાલાવાડ રોડ ઉપર આવેલા ઝછઙ ગેમ ઝોનમાં આગ લાગતા સર્જાયેલ ભયાનક અગ્નિકાંડને આજે બે વર્ષ પુરા થાય છે ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવારોને હજુ પણ સંપુર્ણ ન્યાય મળ્યો નથી.કોઈ પણ મંજૂરી વગર ધમધમતા આ ગેમઝોનમાં અગ્નિકાંડમાં એક બાદ એક કરીને 28 લોકોના મોત નીપજ્યા હતા. કેટલાક બાળકો અને મોટા લોકો જીવતા જ ભડથું થયા હતા. અગ્નિકાંડ બાદ આગે વિનાશ વેર્યો હતો અને અનેક લોકોની જિંદગી જ બદલાઈ ગઈ હતી,સ્વજન ગુમાવનાર લોકો હજુ પણ આ આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી,બીજી તરફ આ ઘટનામાં સૌથી કદરૂૂપી વાસ્તવિકતા એ છે કે એક પણ આરોપી હાલ જેલમાં નથી અને તમામ જમીન ઉપર છૂટી ગયા છે .જ્યારે પીડિત પરિવારોને માત્ર તારીખો મળી રહી છે.
આ સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી હતી.સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)એ કોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે આખો ગેમઝોન સંપૂર્ણ ગેરકાયદેસર હતો અને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી.આમ છતાં વગ અને રાજકીય ભલામણોના જોરે કેટલાક લાયસન્સ મળી ગયા હતા.તપાસ દરમિયાન અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરાયા હતા અને ધરપકડ પણ કરવામાં આવી હતી,જોકે,આજે એક પણ આરોપી જેલમાં નથી
એક સમયે આનંદ અને ખુશીઓથી ઝુમી ઉઠતો ટીઆરપી ગેમ ઝોન અત્યારે વેનાર થઈ ગયો છે.
આ જગ્યાએ મોત સામે લડી રહેલા લોકોની ચીસો સાથે સંનાટો છવાયો છે. લોકો ધીરે ધીરે ઘટનાને ભૂલી રહ્યા છે પરંતુ ભોગ બનેલા પરિવારો આજે પણ ન્યાયની આશામાં જીવી રહ્યા છે. અગ્નિકાંડ બાદ આગમાં હોમાયેલા લોકોના પરિવાજનોએ આખી રાત ભારે હૈયા સાથે વિતાવી હતી. જ્યારે મૃતકોની ઓળખ ન થતાં કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો જીવે છે કે નહીં એ ખબર ન રહેતા દર્દભરી આખી રાત વિતાવી હતી.
અગ્નિકાંડ બાદ તરત જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે અને હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અને સ્વજનોને આસ્વાસન આપી અને મૃતકો માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે, કોને શું ન્યાય મળ્યો તે પ્રશ્ન આજે બે વર્ષ બાદ પણ રાજકોટવાસીઓના મનમાં ઉઠી રહ્યો છે. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો અને અધિકારીઓ ઉપર તવાઈ ઉતરી હતી,અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવી બદલી કરવામાં આવી હતી તેમજ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.જોકે હજુ પણ પીડિતો ન્યાયની આશામાં જીવી રહ્યા છે.
તમામ આરોપીઓ જામીન ઉપર મુક્ત
TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આ ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર કે જે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર છે, મનપાના અધિકારીઓ મનસુખ સાગઠિયા, ઇલેશ ખૈર,ભીખા ઠેબા અને જમીનના માલિક જમીન મુક્ત થયા હતા. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા (જૈન) હતા.આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજી સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.અગ્નિકાંડના બનાવમાં આરોપી પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જોકે હાલ તમામ આરોપીઓ જામીન મુક્ત છે.
ટીઆરપી ગેમઝોનમાં સંભળાતી ‘મરણોત્તર’ ચીસો, કાટમાળ હજુ પણ યથાવત
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ આજે પણ લોકોના માનસ પર ઘેરા પ્રત્યાઘાતો આપ્યા છે. હજુ પણ અહી મરણોત્તર ચીસો સંભળાય રહી છે અને આજે પણ કાટમાળ યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તંત્ર કેમ કાટમાળ હટાવવા આગળ આવતી નથી તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જો કાટમાળ દૂર કરવામાં તંત્ર ઉણું ઉતર્ષુ હોય તો લોકોને ન્યાય કેવી રીતે મળે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેનો જવાબ આપવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયું છે. ઘટનાનાં મુખ્ય આરોપીઓ જામીન પર મુકત થઇ ગયા છે. લોકમુખે એ વાત ચર્ચાઇ રહી છે કે આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો અને અધિકારીઓ ઉપર માત્ર નામની તવાઇ બોલાવવાનો આવી હતી. માત્ર સસ્પેન્ડ કરી તપાસ બં કરવાનું કાવતરું ઘડયુ હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડયું હતું. ત્યારે આજે પણ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.
