સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ
જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. 10 ટી.એક્સ. 3321 નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી બે વર્ષની એક માસુમ બાળકી ને હડફેટમાં લેતાં અફડા તફડી નો માહોલ સર્જાયો હતો, અને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
બાળકી ઇજાગ્રસ્ત બની હોવાથી આ સમયે ત્યાં એકત્ર થયેલા લોકોએ તૂરત જ 108 નંબરની એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી, અને 108 ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અકસ્માતની જાણ થતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
