રિક્ષાચાલકે છેડતી કરતા પેસેન્જર યુવતીએ જાહેરમાં જ લમધારી નાખ્યો

બી ડિવિઝનમાં ફરિયાદ કરતા અટકાયત કરાઇ જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચકક વિસ્તારમાં ભીડભંજન મહાદેવના મંદિરની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલી એક રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી એક…

બી ડિવિઝનમાં ફરિયાદ કરતા અટકાયત કરાઇ

જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચકક વિસ્તારમાં ભીડભંજન મહાદેવના મંદિરની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલી એક રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી એક પરપ્રાંતીય યુવતીની રીક્ષા ચાલક દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ સમયે રિક્ષામાં બેઠેલી પર પ્રાંતિય યુવતી, કે જે ઉશ્કેરાઈ હતી, અને પ્રતિકાર કર્યો હતો. તેણીએ રીક્ષા ઉભી રખાવી પોતે રીક્ષામાંથી ઉતરીને તેણીએ રીક્ષા ચાલકને કાંઠલો પકડીને બહાર ખેંચી લીધો હતો. અને રીક્ષા ચાલકની જાહેરમાં ધોલાઇ કરીને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. આ વેળાએ લોકોનો ટોળું એકત્ર થઈ ગયો હતું. ત્યારબાદ યુવતીએ હિંમત રાખીને 181 ની પોલીસ ટીમને જાણ કરી હતી, જેથી 181 મહિલા અભ્યમ વિભાગની પોલીસ ટીમ સ્થળ પર આવી ગઈ હતી, અને રીક્ષા ચાલકને પોતાની સાથે રીક્ષા સહિત ઉપાડી લીધો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં યુવતીને રીક્ષા ચાલક સામે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *