મોરબી આલાપ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મોત

મોરબીમાં આલાપ રોડ પર એપાર્ટમેંન્ટમાં રહેતા વડસોલા પરિવારની બે વર્ષની માસૂમ બાળકી શેરીમાં રમતી હતી ત્યારે ફૂલ સ્પીડમાં બલેનો કારના ચાલકે નીકળી બાળકીને હડફેટે લેતા…

મોરબીમાં આલાપ રોડ પર એપાર્ટમેંન્ટમાં રહેતા વડસોલા પરિવારની બે વર્ષની માસૂમ બાળકી શેરીમાં રમતી હતી ત્યારે ફૂલ સ્પીડમાં બલેનો કારના ચાલકે નીકળી બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર પૂર્વે જ બાળકીનું મોત થયું હતું.

મોરબીના આલાપ રોડ પર સિલ્વર એપાર્ટમેન્ટના રહેવાસી વાસુદેવભાઈ નરભેરામભાઈ વડસોલા (ઉ.વ.42) નામના આધેડે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી નીરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 22 ના રોજ સાંજે ફરિયાદી વાસુદેવભાઈ એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠા હતા અને દીકરી ધનશ્રી (2 વર્ષ 7 મહિના) વાળી શેરીમ રમતી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આરોપી પોતાની બલેનો કાર જીજે 36 એજે 9315 લઈને નીકળ્યો હતો અને દીકરી ધનશ્રીને અડફેટે લેતા દીકરીએ રાડારાડ કરવા લાગતા દોડી ગયો હતો કારના આગળ અને પાછળના બંને ટાયર દીકરીના શરીર પર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગાડીના ચાલક ગાડી ઉભી રાખી નીચે ઉતરી પોતાનું નામ નીરવ મહાદેવ ભોરણીયા કહ્યું હતું બાદમાં ફરિયાદી તેમજ નીરવભાઈ અને પાડોશી બધા નીરવભાઈની ગાડીમાં દીકરીને ક્રિષ્ના હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા દીકરી બેભાન હાલતમાં હતી અને ડોકટરે જોઈ તપાસીને દીકરીને મૃત જાહેર કરી હતી આમ બલેનો કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી દીકરી ધનશ્રીને હડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું સીટી એઈ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *