બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામમાં આવેલા હનુમાનજી અને શંકર મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સો ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. આ કૃત્યથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
આ ઘટનાના વિરોધમાં કીનારા ગામના ડાયાભાઈ મેવાડા અને અન્ય ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ કરનારાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
આ મામલે કીનારા ગામના મોટી સંખ્યામાં લોકો રાણપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે રાણપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અરમાન વલુશા ફકીર, સોહીલ દિલુશા ફકીર, સરફરાજ હાલ રાણપુર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
