મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ એક સંપ થઈને આધેડ પર લાકડાના ધોકા અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે ધર્મ ભક્તિ સોસાયટી રામ પ્રસાદ એપાર્ટમેન્ટ ત્રીજા માળે મંકાન -નં-302 રહેતા અને ખેતી કરતા રમેશભાઈ ત્રિકમજીભાઈ શેરશીયા (ઉ.વ.57) એ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સંજયભાઈ મોતિભાઈ રાજપરા તથા મોતિભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સંજયભાઈના ઘરે પાણી આવતુ ન હોઇ જેથી ફરીયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેમ કહેતા આરોપી સંજયભાઈને સારૂૂ નહી લાગતા ફરીયાદીને આરોપી સંજયભાઈ સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉડ ફલોરમાં ઝગડો બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીએ રાત્રીના એપાર્ટમેન્ટની બહાર શેરીમાં ફરીયા દીને લાકડાના ધોકા વડે ત્રણ ઘા માથામાં તેમજ આરોપી મોતિભાઈએ ધારીયા જેવા અણીદાર હથીયાર વડે ફરીયાદિને એક ઘા ડાબા હાથમાં તથા એક ઘા પેટના ભાગે મારી ફરીયાદીને ડાબા હાથમાં ફેકચર જેવી તેમજ પેટના ભાગે ગંભીર ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવક પર હુમલો
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ભાઈ-ભાભી સાથે બોલાચાલી કરી રહેલા પાડોશી બે ભાઈઓને ઝઘડો કરવાની ના પાડતા એક યુવક પર છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરીભાઈ બાંભણવા (ઉં.વ. 28)એ આરોપી પંકજભાઈ પાલાભાઈ બારોટ તથા દિનેશભાઇ પાલાભાઈ બારોટ રહે. માળીયા વનાળીયા સોસાયટી તા.જી. મોરબીવાળા વિરૂૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદિના ભાભી સાથે બોલા ચાલી કરતા હોય જેથી ફરીયાદિએ આરોપીઓને બોલા ચાલી ન કરવા નુ કહેતા બન્ને આરોપીઓ ઉશકેરાઈ જઈ ફરીયાદિને જેમફાવે તેમ ગાળો આપી આરોપી દિનેશભાઇએ ફરીયાદિને પાછળથી પકડી આરોપી પંકજભાઈએ છરી કાઢતા ફરીયાદી છરી પકડવા જતા ઝપા-ઝપી થતા આરોપી દિનેશભાઇએ ફરીયાદિને છાતીના ભાગે ડાબા ખંભા પાસે તથા ડાબા હાથમાં કાંડાથી કોણી વચ્ચે છરી વડે છરકા કરી સામાન્ય ઈજા કરી બાદ આરોપી પંકજભાઈનાએ ફરીયાદિને લાકડાના ધોકાથી જમણા પગમાં મુઢ ઇજા પહોંચાડી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
