જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયા

જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે…

જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે નવાગામ ઘેડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન બે શખ્સો એક બાઈકમાં શંકાસ્પદ વસ્તુ લઈને હેરાફેરી કરી રહેલા નજરે પડ્યા હતા.

જેથી બંનેને અટકાવીને તેઓની તલાસી લેતાં તેમની પાસેથી 105 નંગ ઇંગ્લિશ દારૂૂની નાની બાટલી તથા 28 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ રઘુવીર સિંહ જગતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, કે જેઓ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા હોવાનું, અને કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું.

પોલીસ દ્વારા બંનેની વધુ પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ઉપરોક્ત દારૂૂ અને બિયરનો જથ્થો રાજકોટ થી આયાત થયો હોવાનું, અને રાજકોટમાં રહેતા હિતેન્દ્રસિંહ વાળા દ્વારા લાલ કલરની મોટરકારમાં આવીને સપ્લાય કરી ગયા હોવાનું જણાવતાં પોલીસે હિતેન્દ્રસિંહ વાળા ને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *