દ્વારકામાં આવેલ પીજીવીસીએલ કચેરીની નજીક જ પીજીવીસીએલ કચેરીના મહિલા કર્મચારીને અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયા હતા જેમને દ્વારકા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારાર્થે જામનગર રીફર કરાયા છે.
દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી આજરોજ પીજીવીસીએલ કચેરી નજીક જ હાઈવે રોડ પરથી તેમની સ્કૂટી વડે પસાર થતા હતા તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતાં ટ્રક નં. જીજે રપ – યુ 5077 નંબરના ડમ્ફર સાથે અથડાઈ પડતાં મહિલા કર્મચારી ગંભીર રીતે ઘવાયા હતા. બનાવ બાદ લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરાતા મહિલાને ગંભીર હાલતમાં દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા હતા.
