Connect with us

ક્રાઇમ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાંથી માતાજીની બે પ્રતિમાની ચોરી

Published

on

કહેવાય છે કે ડાકણ પણ બે ઘર છોડે છે ત્યારે ચોર હવે ધાર્મિક સંસ્થા કે મંદિરોને પણ નથી છોડતા. ચોરોએ પાટીદારોના આસ્થા સમાન ધામમા જ ચોરી કરી છે. ગાંધીનગરના સાંતેજમાં આવેલ ઉમિયા મંદિરમાંથી 500 ગ્રામ ચાંદીની 2 મૂર્તિની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદ અને ગાંધીનગર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી ઉમિયા માતાજીની 2 મૂર્તિની ચોરી થયાની સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ છે.
સોમવારે એસજી હાઇવે નજીક આવેલ ઉમિયા માતાજીનું મંદિર મેનેજર દ્વારા ખોલવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મંદિરનું કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. ત્યારે કાર્યાલયમાં રહેલ તિજોરી ગાયબ હતી. મેનેજર દ્વારા આસપાસમાં તપાસ કરવામાં આવી ત્યારે મંદિરની તિજોરી અવાવરું જગ્યા પર ખુલી મળી હતી અને તિજોરીમાં મૂકાયેલ ઉમિયા માતાજીની બે અલગ અલગ 500-500 ગ્રામની મૂર્તિઓ ગાયબ હતી.
ત્યારે મેનેજર દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા ગાંધીનગરની સાંતેજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. ત્
યારે ગુજરાતની આટલી મોટી ધાર્મિક સંસ્થામાં ચોરીની ઘટના બનતાની સાથે ગાંધીનગર એસપી પણ તપાસમાં જોડાયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જોકે, મંદિરમાં લાગેલા સીસીટીવી બંધ હાલતમાં મળી આવતા પોલીસની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે પોલીસનું અનુમાન છે કે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓનું અવરજવર વધારે હતી અને જેનો જ લાભ લઈને ચોર ટોળકી અંદર પ્રવેશ કરીને રેકી કરી હોય શકે છે.
ત્યાર બાદ મોકો મળતાની સાથે જ કાર્યાલયનું તાળું તોડીને ચોરી કરી હોઈ શકે છે. ત્યારે પોલીસે ચોર ટોળકીને લઈને તપાસ તેજ કરી છે
ત્યારે પાટીદારોની ગુજરાતની આટલી મોટી ધાર્મિક સંસ્થામાં ચોરી થવાથી ગાંધીનગર પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આખરે મૂર્તિ ચોર પોલીસની ગિરફ્ત્માં કયારે આવે છે એ જોવું રહ્યું છે.

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો

Published

on

By

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.


આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.


તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.

Continue Reading

ક્રાઇમ

શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા

Published

on

By

શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય14 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય14 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય15 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય15 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય15 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત15 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય15 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ15 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય15 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય14 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત2 days ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત2 days ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending