ખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાંથી નોળિયાનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારના વનપાલ તેમજ તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. મરીન નેશનલ પાર્ક – સિક્કા રેન્જ હેઠળના…


ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારના વનપાલ તેમજ તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. મરીન નેશનલ પાર્ક – સિક્કા રેન્જ હેઠળના વાડીનાર રાઉન્ડ એરિયામાં આવેલા જાખરકોઠા અનામત જંગલ વિસ્તારમાં જામનગર તાલુકાના મુંગણી ગામના દિનેશ સવજી પરમાર અને ધ્રોલ તાલુકાના પરેશ ધીરુ વાઘેલા નામના બે શખ્સો દ્વારા અહીંના અનામત જાહેર કરેલા જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને લોખંડનો ફાસલો ગોઠવ્યો હતો. અહીં વન્ય સરક્ષણ અધિનિયમ હેઠળ વામનદેહી ભારતીય નોળિયા (સ્મોલ ઇન્ડિયન મોંગુસ) ને ફાસલામાં ફસાવી અને શિકાર કરતા આ બંને શખ્સોને રંગ હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જે સંદર્ભે ઉપરોક્ત આસામીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ માં પોલીસે રૂૂ. 51,000 ની કિંમતના એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબજે લીધો છે.


આ પછી સિક્કાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.બી. કરમુર દ્વારા બંને આરોપીઓને જામનગરની કોર્ટમાં રજૂ કરીને સરકારી વકીલ મારફતે રિમાન્ડની માંગણી કરાતા નામદાર અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતા બંને આરોપીઓને જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.બી. કરમુરના માર્ગદર્શન હેઠળ રેન્જ સ્ટાફના વનપાલ એચ.ઓ. ગાધ, વન રક્ષક વાય.વી. જાડેજા અને કે.આર. સુવા દ્વારા કરવામાં આવી હતી. જેમાં આગળની તપાસ સિક્કાના આર.એફ.ઓ. પ્રભાતભાઈ કરમુર ચલાવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગની આ કામગીરીથી શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *