જિલ્લામાં ફરીથી આહલાદક ઠંડીનો રાઉન્ડ: પારો 12.6 ડિગ્રીએ સ્થિર

દિવસ દરમિયાન બર્ફીલા ઠંડા પવન અને બેઠા ઠારને લઈને જનજીવન પર વ્યાપક અસર જામનગર શહેર અને જિલ્લો ફરીથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો…

દિવસ દરમિયાન બર્ફીલા ઠંડા પવન અને બેઠા ઠારને લઈને જનજીવન પર વ્યાપક અસર

જામનગર શહેર અને જિલ્લો ફરીથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો ફરીથી વધુ બે ડિગ્રી નીચે ઉતરીને આજે સવારે 12.6 ડિગ્રીએ સ્થિર થયો છે, જેથી શીત લહેર પ્રસરી ગઈ છે, અને ઠંડીના કારણે લોકો થરથર કાપ્યા છે.


સાથો સાથ સમગ્ર દિવસ દરમિયાન બરફીલો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી શહેરીજનોની સાથે સાથે પશુ પક્ષીઓ એ પણ ધ્રુજારી અનુભવી છે, અને કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ 25 થી 30 કિ.મી ની ઝડપે રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *