પિતા બે પુત્રની ધરપકડ, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પ્રેમજીનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ શિહોરા (ઉ.વ.23) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
મોરબીના સિપાઈવાસમાં સાળા-બનેવી સાથે માથાકૂટ કરી પિતા બે પુત્રોએ છરીના ઘા ઝીકી સાળાને ઈજા પહોંચાડી તેમજ બનેવીને ગંભીર ઈજા પહોંચાડી હત્યા નીપજાવી હતી જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રોને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે.
મોરબીના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂૂકભાઈ કુરેશીએ આરોપીઓ ખાલીદ ફિરોઝભાઈ શમા, શકીલ ફિરોઝભાઈ શમા અને ફિરોઝ ઉસ્માન શમા રહે ત્રણેય સિપાઈવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 19 ના રાત્રીના સવા એક વાગ્યાના અરસામાં ખાલીદ ફિરોજ સમાનો ફોન આવ્યો હતો અને સિપાઈવાસમાં ફરિયાદી, તેના બનેવી મકબુલ મહમદ કુરેશી (ઉ.વ.22) વાળા સિપાઈવાસ ગયા હતા જ્યાં આરોપી ખાલીદ સમા, તેનો ભાઈ સકીલ અને પિતા ફિરોજ બધાએ ફરિયાદીને તું મારી વહુ સામે શું કામ કાતર મારે છે કહીને ફરિયાદી સાળા અને બનેવીને છરી વડે ઘા ઝીકવા લાગ્યા હતા જેમાં ફરિયાદીને હાથની આંગળીમાં અને બનેવી મકબુલ મહમદ કુરેશીને પડખામાં છરીના ઘા મારી ઈજા પહોંચાડતા સારવારમાં મકબુલ કુરેશીનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી પિતા-પુત્રોને ઝડપી લીધા હતા ત્રણેય આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.
