સાયબર ફ્રોડથી પૈસા પડાવી વધુ નાણાની માગણી કરતા ચોરવાડના માછીમારે આપઘાત કર્યો’તો

બે લોકો સામે આપઘાતની ફરજ પાડ્યા અંગે ગુનો નોંધાયો ચોરવાડના માછીમારના આપઘાતના મામલે અજાણ્યા મોબાઈલ તેમજ 2 આઈડી ધારક સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ થતા…

બે લોકો સામે આપઘાતની ફરજ પાડ્યા અંગે ગુનો નોંધાયો

ચોરવાડના માછીમારના આપઘાતના મામલે અજાણ્યા મોબાઈલ તેમજ 2 આઈડી ધારક સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. માળીયાહાટીના તાલુકાના ચોરવાડ રહેતા માછીમાર ભાવિકભાઈ કરશનભાઇ સોલંકીએ ગઈ તારીખ 12 ઓક્ટોબરના રોજ વખારમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે માછીમારને મરવા માટે મજબુર કરાયાની ફરિયાદ કરવામાં આવતાં આઇડી ધારકોનેે ઝડપી લેવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે. મૃતકના ભાઈ દિવ્યેનભાઇએ તેનો મોબાઇલ ચેક કરતા 96851 79483 નંબરના મોબાઈલ, અંકિત રાજા બુંદેલા તથા રાજેન્દ્ર પરિહાર નામની આઈડીના ધારક સામે ભાવિકભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરી હતી.

યુવાને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોટા ભાઇ ભાવિકભાઈના મોબાઇલ નંબર પર અજાણ્યા શખ્સે 96851 79483 નંબરના મોબાઈલ પરથી ફોન કરી તથા વોટ્સએપ એપ્લિકેશનમાં ફોટા મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હેરાન કરી ત્રાસ આપ્યો હતો.તેમજ ગુગલ પે માંથી અંકિત રાજા બુંદેલાએ તેની આઈડી પર રૂૂપિયા 15,000નું તેમજ રાજેન્દ્ર પરિહારની આઈડી પર રૂૂપિયા 9,560 ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કરી પૈસા પડાવી લીધા હતા અને વધુ રૂૂપીયાની માંગણી કરી હેરાન કરી ત્રાસ આપી મરવા મજબુર કરતા કંટાળી જઇ વખાર ખાતે ગળાફાંસો ખાઈ લીધો હોવાની ફરિયાદ દિવ્યાંગ સોલંકીએ કરતા ચોરવાડ પોલીસે ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *