જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના સરપંચના પતિ વતી રૂૂ.75 હજારની લાંચની રકમ સ્વીકારનાર ને લાંચ રુશ્વત વિરોધી શાખાના સ્ટાફ ઝડપી પાડી સરપંચના પતિ અને લાંચ સ્વીકારનાર બંને સામે ગુનો નોંધી પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આ કામના ફરીયાદી ની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલતી હોય, તેઓને બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફ થી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે ભલસાણ બેજારા ગામના મહિલા સરપંચના પતિ દીનશેભાઇ તેજાભાઇ જેપાર એ રૂૂ.75 હજારની લાંચની રકમની માંગણી કરી હતી અને તે રકમ સરપંચના પરિચિત હમીરભાઇ દેવરાજભાઇ સોલંકીને આપી દેવા જણાવતા ખાણના લીઝ ધારકે લાંચ રુશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરતા આજે કાલાવડ તાલુકાના માટલી ગામ નજીક ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
જેમાં લાંચની રકમ સ્વીકારતા જ પોલીસ ત્રાટકી હતી અને હમીર સોલંકીને લાંચ સ્વીકારતા જ રંગે હાથ ઝડપી લીધી હતી. પોલીસે સરપંચ પતિ અને તેના વતી લાંચ લેનાર બન્ને સામે ગુનો નોંધી બન્ને ની ધરપકડ કરી હતી. આ કામગીરી લાંચ રિશ્વત વિરોધી શાખા ના પોલીસ ઇન્સ. આર.એન.વિરાણી તથા સ્ટાફ દ્વારા કે.એચ.ગોહિલ, (મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ) ના સુપરવિઝન હેઠળ કરી હતી.
