શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ પીસીબી દ્વારા શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ ચોકડી નજીકથી એક કારમાંથી રૂૂ.2.22 લાખના વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી અને વેચાણ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન, એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને સંયુક્તપણે ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ ચોકડી પુલના છેડે કૈલાસ હોટેલ સામેના રોડ પરથી એક શંકાસ્પદ કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી.
બાતમી વાળી મારૂૂતી સુઝુકી કંપનીની ફ્રોન્કસ કાર નંબર: આરજે -57-સીએ-1219 ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને આંતરીને તલાશી લીધી હતી. કારની ચકાસણી દરમિયાન તેમાંથી ઈંગ્લિશ દારૂૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીએ સ્થળ પરથી રૂૂ.1,76,352 528નો વિદેશી દારૂૂ અને રૂૂ. 45,696ના 168 ટીન બીયર તેમજ દારૂૂ-બીયરના જથ્થા સાથે પોલીસે રૂૂ. 5,00,000 ની કિંમતની ફ્રોન્કસ કાર સાથે બોટાદના શિવનગર, આઈડિયાના ટાવર પાસે, ડાભીની વાડીએ રહેતા ભરતભાઇ ભગવાનભાઇ કમેજળીયાની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂ-બીયર ખોડીયારનગર શેરી નં. 5, એસ.ટી. વર્કશોપ પાછળ, રાજકોટ રહેતા સુખદેવસિંહ કનુભા પરમારે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.
પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા, યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્દ્રસિંહ, વિશાલભાઇ અને ડ્રાઇવર પો.હેડ.કોન્સ. જયેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
