રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં દિલ્હીથી રાજકોટ મંગાવ્યો હતો. અને વગડ ચોકડી પાસે દારૂૂની ડીલેવરી લઇ જતા હતા ત્યારે જ બાતમીને આધારે પીસીબીએ ઝડપી લીધા હતા.
દિલ્હીથી ટ્રકમાં રાજકોટમાં દારૂૂ મંગાવવાનું રેકેટ ચાલતું હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હોય પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ના સીધા નિરીક્ષણ હેઠળ કાર્યરત પી.સી.બી.ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બીની ટીમે મવડી પાળ રોડ રાજકોટ તરફ આવતા રોડ ઉપર રામ વિલા પાર્ટી પ્લોટ પાસે મારુતિ સ્વીફ્ટ કાર નંબર જી.જે.03.કે.એચ.4379ને અટકાવી હતી તેમાંથી રૂૂ.2.63 લાખની કીમતની અલગ અલગ 120 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.
દારૂૂ અને કાર સહીત રૂૂ.6.63 લાખના મુદ્દમાલ સાથે કોઠારીયા રોડ માટેલ પાર્ક માધવ પાર્ક શેરી નં.6 ના ખુણે લીજ્જત પાપડની પાછળ રાજકોટ રહેતા રૂૂત્વીક દિપકભાઇ સોજીત્રા અને 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક તપોવન સ્કુલની પાછળ અલય વાટીકા શેરી નં.3 બ્લોક નં.56માં રહેતા અભિ જયંતિભાઇ ખાનપરાની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂનો જથ્થો દિલ્હીથી ટ્રકમાં મંગાવ્યો હતો અને વડગ ચોકડી પાસે તેની ડીલેવરી લઇ જતા હતા ત્યારે પીસીબીની ટીમે ઝડપી લીધા હતા.
