ગીર સોમનાથ SOG દ્વારા ઉના શહેરમાંથી 1.25 લાખની કિંમતના એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના 12.50 ગ્રામ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પોલીસે મોટી સફળતા મેળવી છે.
એસ.ઓ.જી. ટીમને મળેલી બાતમીના આધારે ઉનાનાં ઉપલા રહીમનગરના રહેવાસી સોહિલશા ભીખુશા જલાલી અને સાહિલ ઉર્ફે સોહિલ હારુન વલીયાણીને ગીરગઢડા રોડ પરના બ્રિજ નીચેથી ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી શર્ટ અને જેકેટના ખિસ્સામાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે, આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી મેળવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. FSL તપાસમાં આ સફેદ પાવડર એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપી પાસેથી ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ અને મુંબઈના શખ્સ સામે NDPS એક્ટની કલમ 8(c), 22(b) અને 29 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની તપાસ હવે મુંબઈ સુધી વિસ્તરેલ છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પો. સબ ઇન્સ. એન.એ. વાઘેલા તથા પોલીસ ઇન્સ. એમ.એન. રાણા ઉના પો.સ્ટે. તથા SOG સ્ટાફના ASI ઇબ્રાહીમશા બાનવા તથા દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા પ્રતાપસિહ ગોહીલ તથા પો. હેડ કોન્સ. ગોપાલસિહ મોરી તથા વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર તથા રણજીતસિહ ચાવડા તથા મહાવિરસિંહ જાડેજા તથા ભુપતગીરી મેઘનાથી સહિત જોડાયા હતાં.