એટલાન્ટિસની ચારમાંથી બે વિંગ ફાયર NOC વિહોણી

બે વિંગની એનઓસી 2015માં એક્સપાયર, સેફ્ટીના સાધનો કાટ ખાઈ ગયાનું ખુલ્યું શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબઝારની સામે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા…

બે વિંગની એનઓસી 2015માં એક્સપાયર, સેફ્ટીના સાધનો કાટ ખાઈ ગયાનું ખુલ્યું

શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબઝારની સામે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા 3 યુવાનોના મોત નિપજ્યા હતાં. જેના લીધે તંત્ર દ્વારા ફરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ેજમાં પ્રાથમિક તબક્કે એટલાન્ટિસની ચાર વીંગ પૈકી બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું અને બાકીની બે વીંગની ફાયર એનઓસી 2015માં એક્સપાયર થઈ ગયેલ છે. તેમજ ફીટ કરવામાં આવેલા ફાયર સેફ્ટીના તમામ સાધનો વર્કિંઈંગ હાલતમાં ન હોવાનું ખુલતા આ બનાવ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ટીઆરપી ગેમજોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર એર્નંઓસી અને બીયુ સર્ટી અંતર્ગત સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ પરંતુ કોમર્શીયલ બિલ્ડીંગો અને એકમોમાં તપાસ કરી સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરેલ જેની સામે રહેણાકના એપાર્ટમેન્ટમાં ફક્ત ચેકીંગ કરેલ કારણ કે, રહેણાકનું બીલ્ડીંગ સીલ થઈ શકે તેમ ન હોય ફક્ત ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સરકારના આદેશ બાદ સંપૂર્ણકામગીરીની જવાબદારી એફએસઓના સીરે નાખવામાં આવેલ જેના લીધે કામગીરી ધણીધોણી વગરની ચાલતી હોય તેવી ચર્ચા પણ જાગેલ ત્યારે ગઈકાલે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની દુર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થતાં ફરી તંત્ર સફાળુ જાગ્યું છે.

અને બીયુ સર્ટી તેમજ ફાયર એનઓસી મુદ્દે તપાસ હાથ ધરાતા પ્રાથમિક ધોરણે એટલાન્ટીસની ચાર વીંગ પૈકી બે વીંગ માટે ફાયર એનઓસી લેવામાં આવેલ જેની મુદત 2015માં પૂર્ણ થઈ જવા છતાં બિલ્ડરો અથવા એસોસીએશન દ્વારા ટીઆરપી ગેમઝોનનો બોધ પાઠ લઈ આજ સુધી રિન્યુ કરાવેલ નથી. તેવી જ રીતે બન્ને વીંગમાં ફીટ કરવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો પણ 10 વર્ષથી પડતર હાલતમાં હોય હાલ કાર્યરત થઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે.

મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ વિગત મુજબ એટલાન્ટીસમાં ફાયર એનઓસી લેવામાં આવેલ જે ફક્ત બે વીંગ માટે શા માટે લેવામાં આવી તેવો સવાલ ઉભો થયો છે. જેની સામે 2015માં ફાયર એનઓસી બે વીંનું ઈસ્યુ કરવામાં આવેલ જે આજ સુધી રિન્યુ થયેલ નથી. તેવી જ રીતે ફાયર વિભાગ દ્વારા રોજે રોજ રહેણાકના એપાર્ટમેન્ટમાં મોકડ્રીલ યોજવામાં આવતી હતી. જેના લીધે લોકો ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા શીખી શકે અને ફાયર સેફ્ટીના સાધનો પણ કાર્યરત છે કે નહીં તે જાણ ફાયર વિભાગને થઈ શકે તેવી કાર્યવાહી દરમિયાન પણ એટલાન્ટિસના એસોસીએશન દ્વારા મોકડ્રીલ યોજવામાં કેમ ન આવી તે સહિતના સવાલો ઉભા થયા છે. અબજો રૂપિયાના એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીમાં બીન ઉપયોી સાધનો અને ફાયર એનઓસી રિન્યુ ન થઈ તેમજ ફાયર એનઓસી લેવામાં પણ ન આવી હોવાની બેદરકારીઓ બહાર આવી છે.

રહેણાંક માટે આવશે કડક નિયમો : આજે બેઠક
એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે કે, આ રહેણાકની ઈમારતમાં ફિટ કરવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો વર્કિંગ કંડીશનમાં ન હોવાનું તેમજ બે વીંગ પાસે ફાયર એનઓસી હતી અને બે વીંગની ફાયર એનઓસી રિન્યુ થઈ નથી આ જાણકારી મળ્યા બાદ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોમર્શીયલ ઈમારતોમાં ચેકીંગ અને સીલીંગની કાર્યવાહી કરેલ તે મુજબની કાર્યવાહી હવે રહેણાકના બિલ્ડીંગોમાં પણ કરવી પડે તેવી જરૂરિયાત એટલાન્ટિસની ઘટના બાદ ઉભી થઈ છે. આથી મહાનગરપલિકા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે બેઠક યોજાશે તેમ જાણવા મળેલ છે. બેઠકમાં નિર્ણય લેવાયા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી પગલા લેવામાં આવશે.

ફાયર સેફ્ટી અંતર્ગત તપાસના આદેશ
એટલાન્ટિસ ઈમારતમાં આગની દર્ઘટના બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની તપાસમાં પ્રાથમિક ધોરણે ફાયરના સાધનો નકામા હોવાનું તેમજ 10 વર્ષથી બે વિંગની ફાયર એનઓસી રિન્યુ ન થયાનું અને બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેના લીધે ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. અને હવે આ પ્રકરણમાં સંપૂર્ણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. તેમ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *