થોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયા

થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહીતને ઝડપી લીધા બાદ વધુ બે સાગરીતોની…

થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહીતને ઝડપી લીધા બાદ વધુ બે સાગરીતોની ધરપકડ કરી છે.

શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસિયા દ્વારા થોરાળા પોલીસ મથકે નોંધાયેલ ગુજસીટોકના ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી.જે સૂચના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એસ.વી.ચુડાસમાની ટીમે બાતમીના આધારે કુખ્યાત શામજી મકા ગેંગના સાગરીત હરેશ મોહન ખીમસુરીયા (ઉવ 28) અને રોહિત ઉર્ફે બાઠી મનુ રાઠોડ (ઉવ 27 બંને રહે. નવા થોરાળા, વણકર વાસ શેરી નં.- 4)ની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં ઝડપાયેલ શખ્સ હરેશ ખીમસુરીયા વિરુદ્ધ થોરાળા પોલીસ મથકમાં હુમલો, રાયોટ સહિતના ચાર ગુના જ્યારે રોહિત ઉર્ફે બાઠી વિરુદ્ધ અલગ અલગ પાંચ ગુના નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાના નેતૃત્વ હેઠળ થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત શામજી મક્કા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *