જામનગરના મેઘપરમાં વધુ બે પંજાબી 8.81 લાખના હેરોઇન સાથે પકડાયા

જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસની ટીમે મેઘપર ગામમાં દરોડો પાડી ભાડાના રૂૂમમાંથી રૂૂ.…

જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસની ટીમે મેઘપર ગામમાં દરોડો પાડી ભાડાના રૂૂમમાંથી રૂૂ. 8.81 લાખની કિંમતનો 40.06 ગ્રામ હેરોઈન સહિતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પંજાબના તરનતારણ જિલ્લાના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર પંજાબના બઘેલસિંઘને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસીયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન પો.હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી અને પો.કોન્સ્ટેબલ ગૌતમભાઈ ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર ગામમાં કેનેરા બેન્ક પાછળ હરેન્દ્રસિંહ હેમંતસિંહ કંચવાના રૂૂમોમાંથી રૂૂમ નંબર 101માં ભાડેથી રહેતા બે શખ્સો પાસે માદક પદાર્થનો જથ્થો છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રૂૂમમાંથી 40.06 ગ્રામ ઓપીએટ પ્રકારનો માદક પદાર્થ (હેરોઈન, મોર્ફીન, કોડીન) મળી આવ્યો હતો, જેની કિંમત રૂૂ. 8,81,200 થાય છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂૂ. 8,91,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી મનજીતસિંઘ નરંજનસિંઘ (ઉં.વ. 35) અને ચમકુરસિંઘ કુલદીપસિંઘ (ઉં.વ. 27), બંને મૂળ બાકીપુર ગામ, તાલુકો અને જિલ્લો તરનતારણ, પંજાબના રહેવાસી હોવાનું જણાવી ધરપકડ કરી છે. બંને હાલ જામનગર જિલ્લાના મેઘપર વિસ્તારમાં ભાડે રહેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં પંજાબના તરનતારણ ખાતે રહેતા બઘેલસિંઘે આ માદક પદાર્થનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ખુલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી પીઆઈ એ.એલ. બારસીયાની આગેવાની હેઠળ એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા, એ.એસ.આઈ. જે.ડી. ઝાલા, પો.હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા, ગૌતમભાઈ ચાવડા, કરણાભાઈ વસરા, સલીમભાઈ મલેક, મહેશભાઈ જોગલ અને કુલદીપસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફે પાર પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *