ગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડ

ગોંડલ શહેરમાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત શોધી કાઢી છે. આ મામલે તેમને ભગાડી જનાર બે…

ગોંડલ શહેરમાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત શોધી કાઢી છે. આ મામલે તેમને ભગાડી જનાર બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. તેમજ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મંગળવારે શહેરની એક શાળામાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ બે સગીરાઓ ગુમ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં તેઓ છેલ્લે કોલેજ ચોક સુધી જોવા મળી હતી. વાલીઓએ પોલીસનો સંપર્ક કરતાં ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં તેમનું લોકેશન ભેસાણના પરબવાવ પાસે મળ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડી બંને સગીરાઓને મુક્ત કરાવી હતી અને બે શખ્સોની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં હાર્દિક જેન્તીભાઈ શેખવા અને પરેશ કાનજીભાઈનો સમાવેશ થાય છે.

20 જાન્યુઆરીના રોજ શાળાએ પરીક્ષા આપવા ગયેલી બે સગીરા પેપર પૂર્ણ કરી શાળાએથી ચાલીને કોલેજ ચોક સુધી પહોંચી હતી. ત્યાં અગાઉથી નક્કી થયા મુજબ આરોપી હાર્દિક શેખવા પોતાનું એક્ટિવા લઈને ઉભો હતો. હાર્દિક આ બંને સગીરાઓને એક્ટિવા પર બેસાડી ગુંદાળા ચોકડી લઈ ગયો હતો. ત્યાંથી બંને સગીરાઓ અને બંને યુવાન મિત્રો (હાર્દિક અને પરેશ) સીટી રાઈડ બસમાં બેસી ધોરાજી પહોંચ્યા હતા અને ત્યારબાદ અન્ય બસ મારફતે ધોરાજીના ભૂખી ગામે હાર્દિકના ઘરે ગયા હતા. 20 અને 21 જાન્યુઆરીના રોજ તેઓ ભૂખી ગામે રોકાયા હતા, ત્યારબાદ 22 જાન્યુઆરીએ તેઓ ભેસાણના પરબવાવ ગામ પહોંચ્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વાત એ હતી કે, બંને સગીરાઓ કે બંને યુવકોમાંથી કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન હતા. છતાં, ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઙઈં એલ.આર.ગોહિલ અને તેમની ટીમે સતત ફિલ્ડ વર્ક, અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 22 જાન્યુઆરીની રાત્રે ભેસાણ તાલુકાના પરબવાવ ખાતેથી ચારેયને શોધી કાઢ્યા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હાર્દિક નાગડકા રોડ પર પાનની દુકાન ધરાવતો હતો. ભોગ બનનાર પૈકીની એક સગીરા આ દુકાને અવારનવાર ખરીદી કરવા જતી હતી, જ્યાંથી હાર્દિક સાથે તેનો પરિચય થયો હતો. હાર્દિકની દુકાને તેનો મિત્ર પરેશ પણ બેસતો હતો, જેના કારણે બંને સખીઓ આ બંને મિત્રોના સંપર્કમાં આવી હતી.

પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે જેમાં હાર્દિક જેન્તીભાઈ શેખવા (ઉ.વ. 20, રહે. ગોંડલ (મૂળ રહે. ભૂખી, ધોરાજી) અને પરેશ કાનજી (ઉ.વ. 20 રહે, ગોંડલ (મૂળ રહે. લુણીવાવ) વાળાને ઝડપી પાડ્યા છે. 21 જાન્યુઆરીએ નોંધાયેલી ફરિયાદમાં શરૂૂઆતમાં ઇગજ – 137 મુજબ ગુનો દાખલ કરાયો હતો, પરંતુ ધરપકડ બાદ પોલીસે તપાસના આધારે આ મામલે પોક્સો (POCSO) એક્ટની કલમ 4/6 તેમજ BNS કલમ 137 અને 87 મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *