કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા છે હળવદ માળિયા હાઇવે પર વાહન આંતરી લઈને અબોલ જીવને છોડાવવામાં ગૌરક્ષકોની ટીમને સફળતા મળી છે. આજે વહેલી સવારે મોરબી અને હળવદ ગૌરક્ષક વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને અમદાવાદ જતી આઈસર જીજે 23 વી 4648 માં અબોલ જીવ ભરીને કતલખાને જવાની છે જેથી ગૌરક્ષકોની ટીમે માળિયા હળવદ હાઈવે પર વોચ ગોઠવી હતી અને આઈસર પસાર થતા રોકી તપાસ કરતા 32 અબોલ જીવને ખીચોખીચ ક્રુરતાપૂર્વક બાંધી લઇ જવાતા હોવાનું ખુલ્યું હતું જેથી ગૌરક્ષકોની ટીમે અબોલ જીવોને બચાવી લઈને મુદામાલ પોલીસ મથકને સોપ્યો છે.
માળિયા હળવદ હાઈ-વે પરથી કતલખાને ધકેલાતા જીવોને બચાવાયા
કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા છે હળવદ માળિયા હાઇવે પર વાહન આંતરી લઈને અબોલ જીવને છોડાવવામાં ગૌરક્ષકોની ટીમને સફળતા…
