ધોરાજીમાં 6 વર્ષના બાળક સાથે બે સગીરે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ

ધોરાજી શહેર વિસ્તારમાં બાળ જાતીય શોષણ અને અશ્ર્લીલ વિડીયો વાયરલ કરવા અંગેનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે 13 વર્ષ…

ધોરાજી શહેર વિસ્તારમાં બાળ જાતીય શોષણ અને અશ્ર્લીલ વિડીયો વાયરલ કરવા અંગેનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે 13 વર્ષ અને 16 વર્ષના સગીર સામે પોક્સો એક્ટ તથા આઈ.ટી. એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કિસ્સામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 13 વર્ષના સગીર વયના કિશોરે એક 6 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળક પાસે કારમાં મુખમૈથુન કરાવી તેનો16 વર્ષના સગીરે તેનો વિડીયો બનાવી વાયરલ કરી દેતા બન્ને સગીર સામે સામે ગુનાહિત પ્રવૃત્તિ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ધોરાજી શહેરના દાણાવાલા ચોક વિસ્તારમાં આવેલ એક બોલેરો વાહનમાં રાત્રિના આશરે 9:00 વાગ્યાના અરસામાં બની હતી. કાયદાના સંઘર્ષમાં આવેલ એક 13 વર્ષના સગીર વયના કિશોરે 6 વર્ષના માસૂમ બાળક સાથે અત્યંત ગંભીર પ્રકારનું જાતીય શારીરિક શોષણ કર્યું હતું. સગીરે 6 વર્ષના બાળકને બોલેરો વાહનમાં લઇ જઈ તેની પાસે મુખ મૈથુન કરાવ્યું હતું આ ક્રૂર કૃત્ય દરમિયાન ત્યાં હાજર 16 વર્ષના સગીરે પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો અશ્ર્લીલ વિડીયો રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ આ વિડીયોને ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાલીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો.

આ બનાવ સંદર્ભે ધોરાજી સિટી પોલીસમાં ભોગ બનનાર બાળકના પિતાને ફરિયાદ નોંધાવતા પોલીસે ‘જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012’ (પોક્સો એક્ટ) ની કલમ 4, 6, 8, 12, 14(1), 15(2) તેમજ ‘માહિતી અને પ્રૌદ્યોગિકી અધિનિયમ’ (આઈ.ટી. એક્ટ) ની કલમ 67, 67(એ), અને 67(બી) હેઠળ ગુનો રજિસ્ટર કર્યો છે. આ કલમો ગુનાની ગંભીરતા દર્શાવે છે, જેમાં બાળકો પર થતા ગંભીર જાતીય હુમલા, અશ્ર્લીલ સામગ્રીનું નિર્માણ, તેનો સંગ્રહ અને ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર પ્રસારણ કરવા જેવા ગંભીર અપરાધોનો સમાવેશ થાય છે.

બનાવ 28 ઓગસ્ટના રોજ બન્યો હોવા છતાં તેની સત્તાવાર ફરિયાદ 01 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે નોંધાવવામાં આવી હતી. પોલીસ અહેવાલ મુજબ, બાળક અને પરિવારજન અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સારવારમાં રોકાયેલા હોવાથી પોલીસ મથકે પહોંચવામાં વિલંબ થયો હતો. પરિસ્થિતિમાંથી મુક્ત થયા બાદ તુરંત જ પરિવારજનોએ પોલીસનો સંપર્ક સાધી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની નાજુકતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીમતી સિમરન ભારદ્વાજ દ્વારા તુરંત જ ઘટનાસ્થળનું વિઝિટેશન કર્યું હતું અને તપાસ અંગે જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર. પટેલ ચલાવી રહ્યા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને કિશોરો સામે બાળ ન્યાય અધિનિયમ ના નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટના માત્ર કાનૂની કેસ પૂરતી સીમિત નથી, પરંતુ વર્તમાન સમયમાં સગીરોમાં વધતા જતા મોબાઈલના અનિયંત્રિત વપરાશ અને અશ્ર્લીલ સાહિત્ય/સામગ્રીના પ્રભાવ અંગે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. બાળ રોગ નિષ્ણાતો અને સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે બાળકો અને કિશોરોના હાથમાં સ્માર્ટફોન આપતી વખતે વાલીઓએ વિશેષ દેખરેખ રાખવી અત્યંત જરૂૂરી છે. સાયબર ક્રાઈમ અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ લાવવી એ વર્તમાન સમયની મોટી જરૂૂરિયાત બની ગઈ છે.પોલીસ તંત્ર દ્વારા પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બાળકો વિરુદ્ધના જાતીય ગુનાઓ અને અશ્ર્લીલ વિડીયો વાયરલ કરવા જેવા સાયબર ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને દોષિતો સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *