રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી એમ. જી. હોસ્ટેલમાં ગીર સોમનાથના બે છાત્રો પર હુમલો થયો હતો.જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. લોબીમાં ઉભા રહીં ગીત વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી.બંને આરોપી પણ છાત્રાલયના વિદ્યાર્થીઓ છે.જેમાંથી સામે પક્ષે પણ એકને ઇજા થઈ હતી. બધા ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.
મૂળ કોડીનાર જિલ્લાના કાચ ગામે રહેતા અને હાલ રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલી એમ.જી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા દિવ્યેશ રમેશભાઇ સોસા (ઉ.વ.23)એ ફરિયાદમાં જણાવ્યું કે,હું હાલ એમ. જી. હોસ્ટેલમાં રહી રાજકોટની હરિવંદના કોલેજમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરું છું. મારો પરીવાર વતનમાં કોડીનારના કાચ ગામે રહે છે. તા. 15ની રાત્રીના સાડા બારેક વાગ્યા આસપાસ હું હોસ્ટેલમાં બહારથી પરત આવેલ. મારો મિત્ર કૈલાસ બીપીનભાઈ પરમાર (રહે. તળ ગામ તા.ઉના જિ.ગીર સોમનાથ) બહારથી આવેલ હોય, તે પોતાના અંગત કામ માટે મારી હોસ્ટેલ ખાતે રોકાયેલ હતો.
હું રૂૂમમાં આવેલ ત્યારે મારાં મિત્ર કૈલાસનું મોઢું પડી ગયું હોય તેમ લાગતા મેં તેમને પૂછ્યું તો તેણે જણાવ્યું કે,હું લોબીમાં ગીત સાંભળતો હતો, મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ હતી.જેથી સામેની બાજુ રૂૂમમાં રહેતા વિદ્યાર્થીઓ ભરત જગુભાઇ જાદવ તથા તેના ભાઈ મયુર જગુભાઈ જાદવને ડિસ્ટર્બ થતુ હોય,તેઓએ ઊંચા અવાજે ગીતો બંધ કરવા જણાવેલ મને ફ્લેસ લાઇટ બંધ કરવા કહ્યું હતું.ઉપરાંત આ લોકોએ ગાળો આપતા મેં કૈલાસને કહેલ કે,આ લોકોએ અગાઉ પણ મારી સાથે નાની નાની વાતમાં માથાકુટ કરેલ છે.
જેથી હું તથા કૈલાસ તથા મિત મકવાણા અમે બધા આ લોકોના રૂૂમમાં સમજાવા માટે ગયેલ. ત્યાં ભરતએ મને ગાળો આપેલ હતી અને મયુરે કૈલાસને પાટુ મારેલ હતું. ધોકો લઈ મને મારવાનો પ્રયાસ કરેલ હતો.ભરત મને મારવા લાગેલ અને ઝપાઝપી થઈ હતી.પોલીસે દિવ્યેશની ફરિયાદ પરથી સામેવાળા આરોપીઓ બંને ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામાપક્ષે મયુર જગુભાઈ જાદવ (ઉંમર વર્ષ 24, રહે.એમ. જી. હોસ્ટેલ કાલાવડ રોડ રાજકોટ) પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ અને હોસ્ટેલમાં હતા ત્યારે સામેવાળા દિવ્યેશ સોસા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને પાઇપ તથા ધોકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે તેનું નિવેદન લઈ તજવીજ હાથ ધરી હતી.
