પડધરીના સાલપીપળિયા ગામે વાડીમાં દારૂ ઉતરે તે પહેલા પોલીસ ત્રાટકી, 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત

પડઘરી તાલુકાના સાલ પીપળીયા ગામે વાડીએ દારૂૂનો જથ્થો ઉતારે તે પૂર્વે પડધરી પોલીસે દરોડો પાડી તુફાન માંથી દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો. ગાડીમાં દારૂૂ છુપાવવા…

પડઘરી તાલુકાના સાલ પીપળીયા ગામે વાડીએ દારૂૂનો જથ્થો ઉતારે તે પૂર્વે પડધરી પોલીસે દરોડો પાડી તુફાન માંથી દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો. ગાડીમાં દારૂૂ છુપાવવા માટે ખાસ ચોરખાનુ બનાવ્યું હતું. પોલીસે 98 બોટલ દારૂૂ સહિત કુલ રૂૂ.3.51 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકને ઝડપી લીધો હતો. જયારે દારૂૂ મગાવનાર શખસનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.પડધરી પોલીસ મથકના પીઆઇ એસ.એન.પરમારની રાહબરીમાં ટીમ તપાસમાં હતી. દરમિયાન કોન્સ. નિકુલસિંહ અને યુવરાજસિંહને બાતમી મળી હતી કે, તુફાન ફ્રુઝર કારમાં ચોરખાનું બનાવી મુસાફરની આડમાં દારૂૂના જથ્થાની હેરાફેરી કરી સાલપીપળીયા ગામે બાબભાઇ રામાણીની વાડીએ ઉતરવા આવનાર છે.

બાતમીના આધારે પડધરી પોલીસની ટીમે વોચ ગોઠવી સાલપીપળીયા ગામ પાસેથી દારૂૂ ભરેલી તુફાન નં. જીજે 17 બીએન 5254 અટકાવી ચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ દિલીપ હરીસીંગ મોહનીયા(ઉ.વ. 33 રહે. ભુરછેડી તા. જોબટ, અલીરાજપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતા તુફાનમાં ચોરખાનામાંથી રૂૂ.51 હજારની કિંમતનો 98 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂૂનો આ જથ્થો અને તુફાન સહિત કુલ રૂૂ.3,51,178 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂૂ સાથે ઝડપાયેલા શખસની પુછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, હાલ પડધરી તાલુકાના સાલ પીપળીયા ગામે બાબભાઇ રામાણીની વાડીએ રહેતા મૂળ એમ.પી. ના વતની તોપસીંગ ઇન્દરસીંગ મછારે દારૂૂનો આ જથ્થો મગાવ્યો હતો. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી દારૂૂનો જથ્થો મગાવનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દારૂૂના આ દરોડાની કામગીરીમાં પડધરી પોલીસ મથકના પીઆઇ એસ.એન.પરમાર,હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ,નિકુલસિંહ, કોન્સ. યુવરાજસિંહ સાથે રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *