ઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયા

516 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા.7.57 લાખનો મુદ્દામાલ કબજે : સપ્લાયરની શોધખોળ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ પાસે દારૂૂ ભરેલી કાર સાથે…

516 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા.7.57 લાખનો મુદ્દામાલ કબજે : સપ્લાયરની શોધખોળ

રાજકોટ- અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ પાસે દારૂૂ ભરેલી કાર સાથે વાંકાનેરના ભલગામમાં રહેતા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે કારમાંથી 516 બોટલ દારૂૂ સહિત કુલ રૂૂપિયા 7.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂૂનો આ જથ્થો ભલગામના જ ભરત ધાંધલે ભરી આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ભરતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ વાય.ડી. ભગત, હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, અરવિંદભાઈ ફતેપરા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ સામે રોડની સાઈડમાં કાળા કલરની હુન્ડાઇ વેન્યુ કાર નંબર જેજે 3 એમએલ 1198 માં બે શખસો દારૂૂના જથ્થાની સાથે હાજર છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તુરંત અહીં પહોંચી હતી.

અહીં શંકાસ્પદ કાર નજરે પડતાં પોલીસે કારમાં સવાર બંને શખસોના નામ પૂછતા તેમણે પોતાના નામ ગભરૂૂ ભીખુભાઈ ધાંધલ (ઉ.વ.27) અને શિવરાજ ઉર્ફે ચાપરાજ ભીખુભાઈ ધાંધલ (ઉ.વ. 26 રહે. બંને ભલગામ તા. વાંકાનેર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂા. 2.26 લાખનો 516 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂનો આ જથ્થો અને કાર તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 7,56,800 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

દારૂૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા દારૂૂનો આ જથ્થો ભલગામમાં જ રહેતા ભરત પીઠુભાઇ ધાંધલે ભરી આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ભરતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *