ભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલો

શહેરમા આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા કરણભાઈ બાબુભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના કાકી હંસાબેન અને પિતરાઈ સાહીલે ઝઘડો…

શહેરમા આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા કરણભાઈ બાબુભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના કાકી હંસાબેન અને પિતરાઈ સાહીલે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં કરણ સર્વિસ સ્ટેશનનો ધંધો કરે છે અને ઘર પાસે ત્રણ દિવસ પહેલા ગાડીના કાચ તોડી નાખ્યા હતા જે ગાડીના કાચના રૂૂપિયા માંગતા કાકી અને પિતરાઇએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા બનાવમાં મોટા મોવા વિસ્તારમાં આદર્શ હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિક્રમ ભુપતભાઈ લાવડીયા નામનો 39 વર્ષનો યુવાન સાંજના સમયે કટારીયા ચોકડી પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *