રાજકોટ શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે લગ્ન પ્રસંગમા જઇ રહેલા યુવાનને રસ્તામા આંતરી બે શખ્સોએ ગાળો આપી અને દીવાલ સાથે માથુ અથડાવી માર મારતા તેમને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પીટલમા ખસેડાયો હતો. આ ઘટનામા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો મુજબ ગોંડલના ઘોઘાવદર ગામે રહેતા શોભનાબેન પ્રવીણભાઇ પરમાર નામના મહીલાએ આરોપી તરીકે અજય જેરામ નેણીયા અને અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસમા શોભનાબેને જણાવ્યુ હતુ કે તેમના પતિ 10 થી 1ર વર્ષ લોઠડા ગામે રહે છે અને તેમના સંતાનમા બે દિકરા બે દિકરી છે. જેઓ ગોંડલ ખાતે અભ્યાસ કરે છે.
ગઇકાલ રાતના બનેવી મનસુખભાઇને આચકી આવતી હોય જેથી તેમને ગોંડલ સરકારી દવાખાને લઇ ગયા હતા પરંતુ ત્યા તબીબે મનસુખભાઇને રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવા જણાવ્યુ હતુ જયાથી રાજકોટ હોસ્પીટલે આવવા નીકળ્યા ત્યારે પતિને ફોન કર્યો કે તમારા ભાઇ મનસુખભાઇને આચકી આવતી હતી જેથી સિવીલ હોસ્પીટલે જવા માટે અહીથી નીકળ્યા છીએ.
જેથી ફોન પર પતિ પ્રવિણે કહયુ કે તેમનાથી ચલાતુ નથી અને બોલાતુ પણ નથી અને જેથી પત્ની શોભનાબેન અને જેઠનો દિકરો ભુપત બંને રીક્ષા ભાડે લઇ ગોંડલથી લોઠડા ગામે જવા નીકળ્યા હતા અને ત્યા અનુબેનના ઘરની ઉ5ર અગાસી પર પતિ પ્રવીણ સુતા હતા. ત્યા જઇ તેમને પુછયુ તો તેમણે કહયુ કે હવે તા. 1પ ના રોજ રાત્રીના સમયે લગ્ન પ્રસંગ હોય જેથી ભાઇબંધ દીનેશને બોલાવવા જતા હતા ત્યારે રાત્રીના સમયે અજય અને તેની સાથે રહેલા એક અજાણ્યા શખ્સે રસ્તા વચ્ચે આંતરી અને ગાળો આપી હતી જેથી પતિએ ગાળો બોલવાની ના પાડતા બંનેએ તેમને માર માર્યો હતો અને બાદમા દિવાલ સાથે માથુ ભટકાડયુ હતુ. ત્યારબાદ ઘવાયેલા પતિને ગોંડલ સરકારી હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા.
