શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક મફતીયાપરામાં રહેતા યુવાન સાથે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી પાઇપ વડે મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક મફતીયાપરામાં રહેતા અરવિંદભાઇ જીવરાજભાઇ ખેરડીયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના આઠ વાગ્યના સમયે પોતાના ઘર પાસે હતો.
ત્યારે વલ્લભ અને મનસુખ નામના શખ્સે પાઇપ વડે મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં કુવાડવા રોડ પર નવાગામ ઓડી શોરૂમ પાસે વિજય સંજયસિંહ (ઉ.વ.19)સાથે સંધ્યા ટાણે અજણાયા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે મારમાર્યો હતો. યુવકને ઇજાપહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત બંને બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
