જસદણમાં બનેલી ઘટના : ઇજાગ્રસ્ત યુવકને સારવારમા ખસેડાયો
જસદણમા વીછીયા રોડ પર રહેતા યુવક પાસે તરબુચનાં રૂ. પ00 ની ઉઘરાણી કરી બે શખસોએ માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણનાં વીછીયા રોડ પર તાલુકા પંચાયત પાછળ રહેતા ભગવાનજી ધીરુભાઇ રાઠોડ નામનો ર7 વર્ષનો યુવાન બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતો. ત્યારે ભાણા અને અમીન નામનાં શખસોએ ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત યુવાને હુમલાખોર શખસો પાસેથી તરબુચ લીધા હતા. જે રૂપીયાની હુમલાખોર શખસોએ ઉઘરાણી કરતા ભાણજી રાઠોડે સાંજે આપવાનુ કહેતા બંને શખસોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
