કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી મોબાઈલની લુંટ કરી નાસી છુટેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા…

શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી મોબાઈલની લુંટ કરી નાસી છુટેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલો મોબાઈલ ઉપરાંત બાઈક સહિત કુલ રૂા.58000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સહકાર મેઈન રોડ પર શ્રી નગર શેરી નં.4 માં રહેતાં કમલેશભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉં.વ.51) જેઓ છેલ્લા સવા બે વર્ષથી શ્રી રાજ સિક્યુરિટીમાં પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા. 10 ના રાત્રિના દસ વાગ્યે નોકરીના સ્થળ ઉપર જે.પી.ટુ. આવાસના નવા બનતા બિલ્ડીંગ જે સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી ઉપર આવેલ હતાં.

તેઓ સાઇટ ઉપર ચોકીદારી કરતો હતો તે દરમ્યાન તા. 11 ના હાજર હતા તે વખતે એક અજાણ્યો માણસ પાસે આવેલ અને જણાવેલ કે, કાકા કેટલા વાગ્યા ટાઈમ જોઈ દો બાદમાં આ શખસે પ્રૌઢનો મોબાઇલ લુંટી લીધો હતો. બાદમાં પીછો કરતા પ્રૌઢને છરી ઝીંકી દીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલીયા, એમ.એલ ડામોર, સીએચ જાદવની રાહબરીમાં પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલને મળેલી બાતમીના આધારે આ લૂંટમાં હનુમાન મઢી પાસે શિવ પાર્કમાં રહેતા સાહિલ ફિરોજભાઈ સુમરા (ઉ.વ. 27) અને આર્યન રાજેશભાઈ કાલે (ઉ.વ. 18) ને ઝડપી લીધા હતા. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને બાઈક સહિત રૂૂ. 58,000 નું મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *