રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનુ વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેસ ઝા દ્વારા સુચના આપવામાં આવી હોય જે અનુસંધાને ગેબનશા પીર દરગાહ સામેથી ઝોન-ર એલસીબી ટીમ અને પ્ર.નગર પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.
બાતમીના આધારે પ્ર.નગર પીઆઈ બી.વી. બોરીસાગર, એલસીબી પીએસ આઈ આર. એચ. ઝાલા, એએસ આઈ જે. વી.ગોહિલ સહિતની ટીમે ગેબનશા પીર દરગાહ સામે ઈકો ગાડીમાં બેઠેલા અફઝલ આલુશા બાનવા (ઉ.વ. ર4)ની અટકાયત કરી કારની તલાશી લેતામાં તેમાંથી 2.439 કિલો ગાંજો મળી આવતાં અફઝલની ધરપકડ કરાઈ હતી.પ્રારંભીક પૂછપરછમાં અફઝલે જણાવ્યું કે ગાંજાનો આ જથ્થો તે રાજસ્થાનથી રાજકોટ લાવ્યો હતો. અગાઉ તે ર0ર3માં પણ ગાંજાની હેરાફેરી કરતા પકડાઈ ગયો હતો. જો કે ત્યારબાદ તેણે આ ધંધો બંધ કરી દીધો હતો પરંતુ ફરી પૈસાની તંગી આવી જતાં તેણે ગાંજો વેચવાનું શરૂૂ કર્યું હતું. આ ગાંજો તે પડીકી બનાવીને બંધાણીઓને ઉંચા ભાવે વેચી રોકડી કરી લેતો હતો.
પોલીસે અફઝલના કબજામાંથી 24,390ની કિંમતનો ગાંજો, કાર તેમજ રોકડ મળી કુલ 3,38,260નો મુદ્દામાલ કબજે કરી રિમાન્ડ ઉપર લીધો હતો. આ કામગીરી ઇન્ચાર્જ પ્ર. નગર પીઆઇ બી. વી.બોરીસાગરની રાહબરીમાં પો.સબ ઇન્સ. આર. એચ. ઝાલા, એ.એસ. આઇ. જયંતીભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, મૌલીકભાઇ સાવલીયાએ કરી હતી.
