ભાવનગર નજીક ગેરકાયદે મદ્ર્રેસા ઝડપાયું, મૌલાનાની ધરપકડ

ભાવનગર શહેરના સીદસર 25 વારિયા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસા ઝડપી લઇ મૌલાના ને ઝડપી લઇ શંકાસ્પદ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે અપમાનજનક અને…

ભાવનગર શહેરના સીદસર 25 વારિયા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસા ઝડપી લઇ મૌલાના ને ઝડપી લઇ શંકાસ્પદ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે અપમાનજનક અને ઉશ્કેરનીજનક ટિપ્પણીઓ કરતા સાહિત્યને અને ત્રણ શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા પોલીસ અધીક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાના ભાગરૂૂપે ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષક ઘનશ્યામ ગૌતમ (IPS) ની આગેવાની હેઠળ વરતેજ, વેળાવદર (સનેશ), ઘોઘા અને ભાવનગર મરીન પોલીસ સ્ટેશન સહિત SOG, LCB અને IB શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ સ્ક્વોડ બનાવી એક વ્યાપક સંયુક્ત ’કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ (ઈઅજઘ) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં પોલીસ કાફલાની સાથે ભાવનગર SDM, PGVCL, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આરોગ્ય વિભાગની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સાથેની ટીમો પણ જોડાયી હતી. આ તમામ વિભાગોએ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના સીદસર (શામપરા) વિસ્તારમાં આવેલી 25 વારીયા હાઉસિંગ વસાહતમાં અચાનક દરોડા પાડી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યારે કામગીરી દરમિયાન ચાંપતી નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ધાર્મિક હેતુફેર વાળી જગ્યામાંથી મૂળ બાદરગઢ (તા. પાલનપુર, જી. બનાસકાંઠા) ના વતની અને હાલ ભાવનગરના સીદસરમાં શિક્ષક (મોલાના) તરીકે રહેતા 26 વર્ષીય મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા પાસેથી વાંધાજનક સાહિત્ય મળી આવતા પોલીસે તેને જપ્ત કર્યું હતું, જ્યારે રહેણાંક મકાનમાં ધાર્મિક હેતુફેર કરવા બદલ હાઉસિંગ બોર્ડ દ્વારા સંબંધિત મકાનને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, દરોડા દરમિયાન છરી અને લાકડીઓ જેવા હથિયારો સાથે મળી આવેલ 3 ઈસમો વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને જરૂૂરી દસ્તાવેજો વગર ફરતા 4 વાહન માલિકો સામે એમ.વી. એક્ટ 207 મુજબ કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.

વધુમાં, વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદે અને અનઅધિકૃત વીજ કનેક્શન ધરાવતા 20 ઈસમો ઝડપાતા PGVCL વિભાગ દ્વારા દંડ વસૂલાતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે હાઉસિંગ વસાહતમાં બિનઅધિકૃત રીતે રહેતા 50 જેટલા ઈસમોને હાઉસિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. DySP ઘનશ્યામ ગૌતમ (IPS), નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ તેમજ PSI એસ.બી. પઢેરિયા, PSI ડી.એન. જાડેજા, PSI આર.જે. ગોર, PSI એમ.એન. ચાવડા અને PSI એમ.સી. ચુડાસમા સહિતના અધિકારીઓ અને સ્ટાફે આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *