જુનાગઢ જિલ્લામા વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના અગતરાય રસ્તા પર કાર વૃક્ષ સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો જેમા બે લોકોના મોત નિપજયા હતા જયારે બે ને ગંભીર ઇજા થવા પામી હતી કારમા 4 લોકો સવાર હતા. લગ્ન પ્રસંગમાં આવેલા લોકો મધરાત્રે હાઈવે નજીક નાસ્તો કરવા જઈ રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ ભારે જહેમત બાદ કારના પતરા કાપીને મૃતદેહોને અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા હતા. અને અકસ્માતે ગુનો નોંધ્યો હતો.