રાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોત

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક બોલેરો પીકઅપ વાન વાહન રોડ ઉપર ઉભું રાખતા પાછળથી ડબલ સવારી બાઈક સવાર ઘુસી જતા બંનેના…

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક બોલેરો પીકઅપ વાન વાહન રોડ ઉપર ઉભું રાખતા પાછળથી ડબલ સવારી બાઈક સવાર ઘુસી જતા બંનેના મોત નિપજ્યા હતા. પોલીસે બોલેરો પીકઅપ વાનના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

રાજુલાના દાતરડી ગામ નજીક બ્રિજ નજીક બોલેરો વાહન રોડ ઉપર ઉભું રાખવામાં આવ્યું હતું. મહુવા તરફથી 2 બાઈક સવાર પાછળથી પુરપાટ સ્પીડે આવતા હતા અને રોડ પર ઉભેલા બોલેરો પીકઅપ વાહનની પાછળ ઘુસી ગયા હતા. બંનેને ગંભીર ઈજાઓ થતા એમ્બ્યુલસ મારફતે પ્રથમ રાજુલા અને બાદમાં વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં છતડીયાના ખીમાભાઇ મુળુભાઈ ક્વાડ (ઉ.વ 65) અને રાજુલાના પિયુષભાઇ મનુભાઈ ક્વાડનું મોત થયું હતું. બંનેને ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થતા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાતરડી ગામ નજીક બોલેરો બાઈક સાથે અથડાય અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે.

આ અંગે બોલેરો ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાસી ગયેલા બોલેરો પીકઅપ વાનના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *